લાખણી ની વાસણા માધ્યમિક શાળા મા કેશાજી ચૌહાણ અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

નારણ ગોહિલ લાખણી 

લાખણી ની વાસણા ની માધ્યમિક શાળા મા ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે પોતના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૦૩ થી શરૂ કરાવેલ શિક્ષણ સેવા યજ્ઞ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ૨૪ મી કડી નો મંગળવાર થી રાજયભર મા પ્રારંભ થયો છે ત્યારે વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકા વાસણા (વા) માધ્યમિક શાળા મા આજ રોજ દિયોદર વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે ૨૦૨૬-૨૭ અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમ ની શરૂઆત દિપ પ્રાગટય કરી પ્રાર્થના થી કરવા મા આવી હતી વિસ્તાર બાળકો ખાસ કરી ને કન્યાઓ શિક્ષણ ના પવિત્ર મંદિર મા પ્રવેશ મેળવે અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવી આગળ વધે વાસણા ગામ માથી નાના ભુલકાઓ અને પગાર કેન્દ્ર શાળા મા નવિન નોંધાયેલા ૧૫ બાલવાટિકા ના બાળકો ને કુમ કુમ તિલક કરી મો મીઠું કરાવી ને શૈક્ષણિક કિટ આપી ને પ્રવેશ આપવા મા આવ્યો હતો વાસણા માધ્યમિક શાળા મા નવિન નોંધાયેલા ધોરણ ૯ ના બાળકો ટોટલ ૬૭ અને ધોરણ ૧૧ મા નોંધાયેલા ટોટલ ૪૯ બાળકો ને પ્રોત્સાહિત કરી ને પ્રવેશ આપવા આવ્યો અને સાથે માધ્યમિક શાળા મા ધો ૧૦ અને ૧૨ મા એક થી ત્રણ મા આવેલ બાળકો ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવા મા આવ્યા હતા સાથે અલગ અલગ ક્રુતી ઓ તાલુકા જીલ્લા કે રાજ્ય લેવલે ભાગ લેનાર બાળકો ને ધારાસભ્ય ઈનામ આપી શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી
કાર્યક્રમ મા ઉપસ્થિત દિયોદર ના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ લાખણી તાલુકા વિકાસ અધિકારી પ્રહલાદજી એન ઠાકોર લાખણી ટીપીઓ ચેતન્યસાહેન શિક્ષણ સંઘ વર્ગ ૨ અધિકારી રાજેન્દ્રભાઈ વાસણા માધ્યમિક આચાર્ય વર્ગ ૨ અધિકારી પ્રહલાદજી જોષી આગથળા જીલ્લા પંચાયત ડેલીકેટ દેવીલાલ પટેલ લાખણી તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ ચૌધરી વાસણા તાલુકા પંચાયત ડેલીકેટ દિનેશભાઇ રાજપુત વાસણ ગ્રામ પંચાયત સંરપંચ અનુપજી ઠાકોર સીઆરસી વિહાજી રાજપુત વાસણા શાળા ના શિક્ષક દેવુસિંહ વાઘેલા અને આજુબાજુ પેટા સેન્ટર અને માણકી સહિત ના આચાર્ય વાસણા પગાર કેન્દ્ર શાળા ના આચાર્ય વિજયસિંહ વિહોલ સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગામ માથી વાલીઓ વડીલો માતાઓ બહેનો વિધાર્થીઓ સહિત ઉપસ્થિત મહાનુભાવો એ બાળકો ને શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી કાર્યક્રમ ના અંતે વાસણા માધ્યમિક શાળા ના મેદાન મા ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહાનુભાવો એ વુક્ષા રોપણ કરવા મા આવ્યું હતુ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાસણા માધ્યમિક શાળા ના શિક્ષક આનંદભાઈ અને સમગ્ર ટિમ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું



