પાલનપુર ખાતે સરકારી શિક્ષક સંઘ બનાસકાંઠા ઘટક સંઘ ની કારોબારી મિટિંગ નું આયોજન 6 જુલાઈ ના કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી સંઘ હોદ્દેદાર મિત્રો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. કચેરી આગળ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડો હિતેશભાઈ પટેલ સાહેબ ના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં સંઘ પ્રમુખ શ્રી એસ.ડી.જોષી તથા મહામંત્રી ડી.આર.જોષી તથા એઈઆઈ શ્રી સી જે પટેલ અને કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.