BANASKANTHAPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “આનંદનો આવકાર” અંતર્ગત “શાળા પ્રવેશોત્સવ” અને “કન્યા કેળવણી મહોત્સવ” યોજાયો

25 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “આનંદનો આવકાર” અંતર્ગત “શાળા પ્રવેશોત્સવ” અને “કન્યા કેળવણી મહોત્સવ” યોજાયો. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય,વિસનગરખાતેશ્રીએ.જે.પંચાલ(આ.એ.,આઈ.ટી.આઈ,વિસનગર), શ્રી કૌશલભાઈ રાવલ (સી.આર.સી.), શ્રી ઈન્દ્રવદનભાઈ તથા કેળવણી મંડળના પ્રમુખશ્રી અને હોદ્દેદારશ્રીઓની વિશેષ ઉપસ્થિતમાં “આનંદનો આવકાર” અંતર્ગત ધો-9 અને ધો-11 ના વિદ્યાર્થીઓનો “શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી” મહોત્સવ યોજાયો. કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ પુસ્તક દ્વારા મહેમાનશ્રીઓનું સ્વાગત કરી ધો-9 અને ધો-11 ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક શાળા તરફથી બે ચોપડા અને પાણીની બોટલ મહાનુભાવોના વરદ્ હસ્તે ભેટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. તથા જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા, NMMS શિષ્યવૃતિ પરીક્ષા તથા ધો-10 અને ધો-12 ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ દસ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહેમાનશ્રીઓએ પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી. તથા મહાનુભાવોના દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની બાલિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આમ આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે તથા સર્વ સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુચારુ આયોજન થયું હતું.

Back to top button
error: Content is protected !!