કોરોના ની સંભાવના ને લઈ અંબાજી ની આધ્ય શક્તિ જનરલ હોસ્પિટલ માં એલર્ટ મોર્ડ માં સજ્જ
27 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
હમણાં કોરોના એ ફરીથી ગુજરાત માં પગરણ માંડ્યા છે ને બનાસકાંઠા જિલ્લા માં પણ કોરોના નો પોઝેટીવ કેસ મળી આવતા તંત્ર સફાળુ જાગ્યું છે સાથે શક્તિપીઠ અંબાજી ધામમાં ગુજરાત જ નહિ પણ વિવિધ પ્રાંતો માંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે તેવા માં કોરોના જેવી બાબતને લઇ અંબાજીનું સબ ડીસ્ટ્રીકટ જનરલ હોસ્પિટલ પણ પોતાની તૈયારીમાં લાગી ગયું છે, અંબાજી ની આ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ માં 10 icu બેડ સાથે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવા માં આવ્યો છે અને તેવામાં કોરોના દહેશત ન પગલે પૂરતા પ્રમાણમાં દવા નો જથ્થો પણ ઉપલબ્ધ કરાયો છે અને ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે અદ્યતન બે પ્લાન્ટ સહીત એક્સ્ટ્રા ઓક્સિજન ની બોટલો પણ હોસ્પિટલમાં તૈયાર રાખવામાં આવ્યા છે ને કોરોના ની ગમે તેવી પરિસ્થિતિ માં પણ દર્દી ને પૂરતી સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા અંબાજી ની આ જનરલ હોસ્પિટલ માં કરવામાં આવી હોવાનું ડૉ.વાય કે મકવાણા (સુપ્રિટેન્ડેન્ટ ,આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી) એ જણાવ્યું હતું જોકે પહેલા કોરોના ના rtpcr ના ટેસ્ટ માટે સેમ્પલ બહાર મોકવામાં આવતા હતા તેના બદલે હવે અત્રેની હોસ્પિટલમાં કોરોના ના rtpcr ટેસ્ટ ની ચકાસણી પણ સ્થાનિક સ્તરે થઇ શકશે અને રેપિડ એન્ટિજન કીટ પણ આ હોસ્પિટલ માટે મંગાવવામાં આવી છે