થરાદ ઠાકોર સમાજ બોડીગ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી બેઠક મળી

નારણ ગોહિલ લાખણી 
થરાદ તાલુકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી ચિંતન બેઠક મળી.આ બેઠકમાં શૈક્ષણિક અને વ્યસનમુક્તિ માટે ચર્ચા વિચાયણા કરવામાં આવી હતી.ઠાકોર સમાજના બંધારણને ટકાવી રાખવા અને સમાજને કઈ રીતે આગળ લાવવી એના વિષે ચર્ચાઓ કરવામાં આવી હતી.તો બીજી બાજું વ્યસનમુક્તિ માટે દારુ અને ડ્રગથી સમાજ દુર રહે એવા પ્રયત્ન કરવા કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગામે ગામ શિક્ષણની જ્યોત પ્રગટાવવા યુવાનોને અપીલ કરવામાં આવી હતી.જેટલો સમય વધારે બાળકોના શિક્ષણ પાછળ પસાર કરવામાં સમજાવ્યા હતા.
*પ્રમુખ પીરાજી ઠાકોર:-* સમાજના ઉથ્થાન માટે અમે કટીબદ્ધ છીએ. સમાજમાં એક્તા આવે એવા પ્રયત્ન કરીશું.
*પ્રધાનજી ઠાકોર અગ્રણી:-* ઠાકોર સમાજ બંધારણમાં રહીને ખર્ચા પર નિયંત્રણ લાવી રહ્યો છે એનો ગર્વ છે.ખોટા દેખાવો માંથી સમાજ બહાર આવે.
*ભમરાજી વાઘેલા પત્રકાર:-* ઠાકોર સમાજ હિત માટે અમારા પ્રયત્ન રહેશે.સમાજ વ્યસનમુક્ત અને શિક્ષણ તરફ વળાંક લે એ ઉપર અમારો પ્રયાસ રહેશે.
*જગતાજી ઠાકોર ઉપપ્રમુખ :-* ઠાકોર સમાજમાં શિક્ષણ માટે ઠાકોર સેના હંમેશા તત્પર છે.યુવાનો વ્યસનમુક્ત થાય એ અમારી લાગણી છે.
*વિરચંદજી ઠાકોર અગ્રણી :-* અમે અમારો તાલુકાનો ઠાકોર સમાજ દારુના રવાડે થી દુર રહે એવા પ્રયત્ન કરીશું. જો આગળ જે કરવું પડે એ કરીશું પણ ઠાકોર સમાજ વ્યસનમુક્ત તરફ લાવીશું.
આ કારોબારી બેઠકમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ પીરાજી ઠાકોર, સદારામ યુવક મંડળના પ્રમુખ પ્રધાનજી ઠાકોર, જિલ્લા પંચાયતના સદસ્ય મફાજી ઠાકોર,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભુરાજી ઠાકોર, પત્રકાર ભમરાજી વાઘેલા, અગ્રણી વિરચંદજી ઠાકોર, શિક્ષિત યુવા ખોડાજી ચાવડા,ધારશીજી ઠાકોર,દેવાજી ઠાકોર અને વડીલો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ..જગતાજી ઠાકોર વાવ થરાદ



