BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકાના જગાણા ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાક્રુતીકખેડૂત શિબિર યોજાઈ

6 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના જગાણા ખાતે ગુરૂ મહારાજના મંદિરના પરિસરમાં આજરોજ તા.૦૬ જૂન ૨૦૨૩ ને મંગળવાર ના રોજ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા-બનાસકાંઠા વર્ષ-૨૦૨૩-૨૪ આત્મા, ખેતીવાડી અને બાગાયત ખાતાના સંયુક્ત પ્રયાસથી પ્રાકૃતિક કૃર્ષિની તાલીમ અંગે આજરોજ ખેડૂત શિબિર યોજાઇ હતી. જે ખેડૂત શિબિરમાં આત્મા પ્રોજેક્ટના કલસ્ટર એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. અને પ્રાકૃતિક ખેતીના ફાયદોઓ અંગે માહિતગાર કર્યા હતા. આ ખેડૂત શિબિરમાં હરેશભાઇ મકવાણા,(બીટીએમ આત્મા યોજના પાલનપુર) ગ્રામસેવકશ્રી વસતીબેન ચાવડા દીનેશભાઇ ચૌહાણ ફાર્મર માસ્ટર ટ્રેનર સરપંચ પ્રહલાદભાઈ પરમાર ,દિલીપભાઈ કરેણ, રતીભાઈ લોહ,તેમજ મોતીભાઇ જુઆ જેવા ગામના અગ્ર્ણીઓ હાજર રહી ગામલોકોને પ્રાક્રુતીક ખેતી અપનાવવા હાકલ કરેલ તેમજ ગામના ખેડૂત ભાઈઓ તથા ખેડુત મહીલાઓ ઉપસ્થિતિ રહયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!