BANASKANTHADEESA

બલોધર ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભવ્ય સ્વાગત : લાભાર્થીઓની વિવિધ લાભોનું વિતરણ કરી યોજનાની માહિતગાર કરાયા

ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેક ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામેગામ ભ્રમણ કરી રહ્યો છે. લાભાર્થીઓને સ્થળ પર આયુષ્માન કાર્ડ આવક ના દાખલા જમીન ચકાસણી ના અને ઘણા બધા કામો સ્થળ ઉપર કરવામાં આવ્યા હતા જે અંતર્ગત બલોધર આને તાલીગંજ ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા માધ્યમી શાળાની બાળાઓ દ્રારા કુમકુમ તિલક અને સ્વાગત ગીતથી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ 17 જેટલી યોજનાઓની માહિતી આપી હતી.જેમાં પાત્રતા ઘરાવતા લાભાર્થીઓને ગેસ કનેકશન તથા આયુષ્માનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે વ્હાલી દિકરી યોજનાનો વધુ લોકો લાભ લે અને સરકારશ્રીના મહિલા સશક્તિકરણના પ્રયાસને વધારે વેગવંતો બને એ બદલ લાભાર્થીઓને માહિતગાર કર્યા હતા.સાથે લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય, ભીલડી ભાજપના પ્રમુખ, મહામંત્રી, સરપંચ, પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…..

ભરત ઠાકોર ભીલડી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!