BANASKANTHAPALANPUR

નાની ફીમાં મોટી સિદ્ધિ.સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુરનું S.S.C. બોર્ડમાં 100% ગૌરવશાળી પરિણામ

6 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર સ્થિત ઉત્તર ગુજરાતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલે ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ મજબૂત બનાવી છે. આજ રોજ જાહેર થયેલા ધોરણ 10 એસ.એસ.સી. બોર્ડના પરિણામમાં સંકુલ સંલગ્ન શ્રી કે.કે. ગોઠી હાઈસ્કૂલે 100% પરિણામ મેળવી અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. આ સિદ્ધિ માત્ર એક પરિણામ નથી, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંસ્કાર અને સતત પ્રયત્નોની જીત છે.
આજના સમયમાં ઘણી સંસ્થાઓ ઊંચી ફી વસૂલતી હોવા છતાં અપેક્ષિત પરિણામ આપવામાં પાછળ રહી જાય છે, ત્યારે સ્વસ્તિક સંકુલ ઓછા ખર્ચે શ્રેષ્ઠ શિક્ષણ પૂરૂં પાડીને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરે છે. આ વર્ષે વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે જેમાં A1 ગ્રેડમાં 29 અને A2 ગ્રેડમાં 101 વિદ્યાર્થીઓએ ઉત્તમ સફળતા મેળવી સંસ્થાનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે.વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની વાત કરીએ તો મીરાં પટેલે 99.94 રેન્ક સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સુરભી આસલ 99.50 રેન્ક સાથે દ્વિતીય સ્થાને રહી છે, જ્યારે મોહમ્મદ ઉમેર સિરોયા 99.36 રેન્ક સાથે તૃતીય સ્થાને રહ્યા છે. હની સદરાસણીયા (99.28) અને રાહુલ મકવાણા (98.92)એ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટોપર્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓએ પોતાની મહેનત, સંકલ્પ અને સંસ્થાના માર્ગદર્શનથી આ સિદ્ધિ હાંસલ કરી છે.સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. સ્માર્ટ ક્લાસરૂમ, નિયમિત ટેસ્ટ સિસ્ટમ, વ્યક્તિગત માર્ગદર્શન, રિવિઝન બેચીસ, કરિયર કાઉન્સેલિંગ અને સ્પર્ધાત્મક વાતાવરણ જેવી સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે સજ્જ બનાવવામાં આવે છે. સંસ્થાનો મુખ્ય ધ્યેય છે કે દરેક વિદ્યાર્થીમાં રહેલી ક્ષમતા બહાર લાવી તેને સફળતાની ઊંચાઈ સુધી પહોંચાડવી.આ ગૌરવશાળી પરિણામ પાછળ શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ તથા સમગ્ર ટ્રસ્ટીગણની પ્રેરણા અને માર્ગદર્શનનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સાથે જ અનુભવી શિક્ષકમંડળની સતત મહેનત અને વિદ્યાર્થીઓની લગનથી આ સિદ્ધિ શક્ય બની છે.આ પ્રસંગે સંસ્થાના સંચાલકો અને શિક્ષકમંડળ દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી જ શ્રેષ્ઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!