BANASKANTHAPALANPUR

પાલનપુર મહેશ્વરી યુવક મંડળ, દ્વારા બુક બેંક કાર્યક્રમ યોજાયો

26 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર મહેશ્વરી યુવક મંડળ, દ્વારા બુક બેંક કાર્યક્રમ યોજાયો પાલનપુરમાં મહેશ્વરી યુવક મંડળ, પાલનપુર દ્વારા આજે સફળતા પૂર્વક બુક બેંક કાર્યક્રમ 2025 યોજવામાં આવ્યો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ સામગ્રી રાહત દરે ઉપલબ્ધ કરાવવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત નવનીત કંપની ની નોટબુક અને ચોપડાનું 45% ડિસ્કાઉન્ટ સાથે વિતરણ કરવામાં આવ્યું. Google ફોર્મ લિંક દ્વારા પૂર્વ નોંધણી કરેલા 73 ઘરો એ આ કાર્યક્રમનો લાભ લીધો અને કુલ 275 ડઝન નોટબુક/ચોપડાનું વિતરણ કરાયું.
શ્રી જયપ્રકાશભાઈ મહાદેવભાઈ કેલા આ કાર્યો માં નોંધપાત્ર સહયોગ આપ્યો, જેના બદલ મહેશ્વરી યુવક મંડળ તેમનો હૃદયપૂર્વક આભાર માને છે.
આ કાર્યક્રમનું સફળ આયોજન મંડળના કાર્યકારી પ્રમુખ શ્રી સુનિલભાઈ મહેશ્વરી મંત્રી જીતેન્દ્રભાઈ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ થયું.પ્રોગ્રામ કન્વીનર શ્રી લોકેશ મહેશ્વરી તથા બુક બેંક કમિટીના તમામ સભ્યોએ સમાજના સભ્યોની સહભાગીતા અને સહયોગ બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો.મહેશ્વરી યુવક મંડળ, પાલનપુર

Back to top button
error: Content is protected !!