પાલનપુર તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા ભણતા બાળકોને ની: શુલ્ક ચોપડાનું વિતરણ કરાયું
26 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા ભણતા બાળકોને ની: શુલ્ક ચોપડાનું વિતરણ કરાયું
પાલનપુર તપોધન બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ની: શુલ્ક સમાજના ભણતા વિદ્યાર્થીઓ માટે ચોપડાનું વિતરણ કરાવ્યું હતું જેમાં સમાજના ટ્રસ્ટીઓ અને અન્ય અગ્રણીઓ હાજરી આપી હતીઆ મોંઘવારીમાં ભણતર દિન પ્રતિ દિન ભારણ વધી રહ્યું છે આવા સમયે તપોધન બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ દ્વારા પોતાના સમાજના હિત માટે છેલ્લા કેટલાક વર્ષોથી સમાજના જરૂરિયાત મંદ ભણતા બાળકોને દર વર્ષે મફત ચોપડાનું વિતરણ કરવાનું આયોજન કરતા આવ્યા છે આ વર્ષે પણ આજરોજ નીલકંઠ મહાદેવ આવેલા સમાજના હોલખાતે ટ્રસ્ટીઓ તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાલીઓ હાજર રહ્યા હતા જેમાં કલ્પેશભાઈ વકીલ. આશાબેન રાવલ. દેવેન્દ્રભાઈ રાવલ. દીપકભાઈ રાવલ. ચેતનભાઇ રાવલ. આણંદભાઈ રાવલ. વિષ્ણુ રાવલ. યોગેશ રાવલ વૈશાલ રાવલ. જેવા અનેક સમાજના અગ્રણીઓ હાજરીમાં ચોપડાનું વિતરણ કરાયું હતું ચોપડા લેનારા વિદ્યાર્થીઓ ના ચહેરા પર ખુશી સ્મીત જોવા મળ્યું હતું