આદર્શ શૈક્ષણિક સંકુલ,વિસનગર ખાતે સ્વ.માનસિંહભાઈ પૃથ્વીરાજ પટેલની પુણ્યતિથિ નિમિતે સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો
1 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ,વિસનગર ખાતે તારીખ- 30/9/2024 ના રોજ ઉત્તર ગુજરાતના શ્વેત ક્રાંતિના પ્રણેતા અને મહેસાણા જિલ્લાને આગવી ઓળખ અપાવનાર દૂધ સાગર ડેરીના આદ્યસ્થાપક તથા આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના આર્ષદ્રષ્ટા સ્વ.માનસિંહભાઈ પૃથ્વીરાજ પટેલની 54 મી પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મા.શ્રી શંકરસિંહ વાઘેલા (પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય), અતિથિ વિશેષ શ્રી વિક્રમસિંહ પટેલ-ઉજ્જૈન (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય આંજણા મહાસભા) તથા શ્રી જેસંગભાઈ વી.ચૌધરી (પ્રમુખશ્રી, ચૌધરી વિશ્રાંતિગૃહ અંબાજી), અન્ય મહાનુભાવોમાં શ્રીમતિ આશાબેન ઠાકોર (પૂર્વ ચેરમેન, દૂધ સાગર ડેરી, મહેસાણા) મોઘજીભાઈ ચૌધરી (પૂર્વ વાઈસ ચેરમેન,દૂધ સાગર ડેરી, મહેસાણા), શ્રી દશરથભાઈ જોશી અને કમલેશભાઈ પટેલ (ડિરેક્ટરશ્રી, દૂધ સાગર ડેરી,મહેસાણા) શ્રી વાઘજીભાઈ ચૌધરી (ચેરમેન, હારીજ માર્કેટયાર્ડ), શ્રીમતી દુર્ગાબેન ચૌધરી (બાયડ), ધીરુભાઈ ચૌધરી (વાઇસ ચેરમેન, એ.પી.એમ.સી., મહેસાણા), ચંદ્રેશભાઈ ચૌધરી (પ્રમુખશ્રી, આંજણા યુવક મંડળ), તથા સહકારી,શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનશ્રીઓ, કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ સમાજના શ્રેષ્ઠીશ્રીઓ, દાતાશ્રીઓ, વડીલો, માતાઓ,બહેનો, વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ મહાનુભાવોએ સ્વ. માનસિંહભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી. ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા સમાજના આગેવાનો, વડીલો પ્રાર્થના હોલમાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા. જ્યાં કાર્યક્રમની શુભ શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. કેળવણી મંડળના મંત્રીશ્રી વી.વી.ચૌધરીએ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરી તેમના વ્યક્તિત્વની સુવાસનો પરિચય આપ્યો હતો. તથા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્વારા મહેમાનશ્રીઓને બુકે, મોમેન્ટ અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની બાલિકાઓ દ્વારા “જીવન અંજલી થાજો” ભજન રજૂ કરી વાતાવરણને ભાવપૂર્ણ બનાવી દીધું હતું.પ્રાસંગિક પ્રવચનમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી કે. કે.ચૌધરી, ઉપપ્રમુખશ્રી નટુભાઈ ચૌધરી તથા મંત્રીશ્રી જે.ડી.ચૌધરીએ સ્વ.માનસિંહભાઈના પ્રતિભાશાળી વ્યક્તિત્વને યાદ કરી તેમની વૈચારિક અને દીર્ઘદ્રષ્ટિને વાચા આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી. અતિથિ વિશેષ તરીકે પધારેલ શ્રી વિક્રમસિંહ પટેલ અને શ્રી જેસંગભાઈ વી.ચૌધરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સ્વ.માનસિંહભાઈના પ્રેરણાદાયી જીવનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.સમારંભના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન તરીકે પધારેલ મા.શ્રી શંકરસિંહ વાઘેલા (પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય) એ પોતાના પ્રસંગિક પ્રવચનમાં ખેડૂતો અને પશુપાલકોની વેદનાને પ્રેરણા આપી દૂધસાગર ડેરીની સ્થાપના કરી સમગ્ર માનવ સમાજ માટે પવિત્ર કાર્ય કરનાર એવા સ્વ.માનસિંહભાઈ પટેલના ઉદાર, પરોપકારી અને પ્રેરણાદાયી જીવનને યાદ કરી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે અન્ય મહાનુભાવોએ પણ સ્વ.માનસિંહભાઈના કાર્યો અને જીવનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.અંતમાં આભાર વિધિ છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપરવાઈઝરશ્રી લવજીભાઈ ચૌધરી તથા શિક્ષિકા કોકીલાબેન ચૌધરીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌ સ્વરુચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા.આમ સમગ્ર કાર્યક્રમનું આયોજન કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓ અને આદર્શ શૈક્ષણિક સંકુલના તમામ આચાર્યશ્રીઓના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી સુચારું થયું હતું.