BANASKANTHADEODAR
દિયોદર કુમ કુમ તિલક કરી શુભ મુહૂર્તે ગ્રામ પંચાયત બેઠક પર ઉમેદવારો ઉમેદવારી નોંધાવી
ગોદા ગ્રામ પંચાયત બેઠક પર રાણીબેન ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું
દિયોદર તાલુકામાં ગ્રામ પંચાયત બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા જેમાં તાલુકા પંચાયત કચેરી માં ઉમેદવારોએ કુમ્ કુમ તિલક કરી શુભ મુહૂર્તે ગ્રામ પંચાયત બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં દિયોદર તાલુકાના ગોદા ગ્રામ પંચાયત બેઠક સરપંચ પદ માટે રાણીબેન પાબૂજી ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું હતું જો કે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી દિયોદર તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે વહેલી સવાર થી ઉમેદવારો પોતાના સમર્થકો ને લઈ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા જેમાં દિવસ ભર ઉમેદવારો નો ઘસારો જોવા મળી આવ્યો હતો જ્યારે ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઈ હવે ગ્રામીણવિસ્તારોમાં પણ માહોલ ગરમાયો છે
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર