દિયોદર તાલુકા વિકાસ અધિકારી અનાથ બાળકો ને વ્હારે આવ્યા શિક્ષણ કીટ આપી ને બાળકોને પ્રોત્સાહિત કર્યા
સેવાનું કાર્ય: બાળકોને નવનીતો ,સ્વાધ્યાય પોથીઓ ,બોલપેન સહિત કીટ આપી
દિયોદર ખાતે આવેલ જગદંબા અનાથ આશ્રમ માં 35 થી વધુ બાળકો ને શિક્ષણ આપવામાં આવે છે જેમાં દિયોદર તાલુકા વિકાસ અધિકારી બાળકો ને વ્હ્યારે આવ્યા છે જેમાં દરેક બાળકોને શત્ર ની શરૂઆત થતાં તાલુકા વિકાસ અધિકારી એ કીટ આપી સેવાનું કાર્ય કર્યું છે
દિયોદર તાલુકા પંચાયત માં વિકાસ અધિકારી તરીકે સેવા આપતા શામળભાઈ એચ. પટેલએ સૌ ભણે સૌ આગળ વધે તે સૂત્ર ને સાર્થક કરવા માટે સામાજિક ભાવના થકી દિયોદર જગદંબા અનાથ આશ્રમ માં અભ્યાસ કરતા માતા પિતા વગર ના નિરાધાર બાળકો અને ગરીબ વર્ગ ના બાળકો ને જરૂરી શૈક્ષણિક સામગ્રીનું દાન કર્યુ હતુ. આશ્રમના બાળકોને વાંચન-લેખન માટે ઉપયોગી એવા નવનીતો, સ્વાધ્યાય પોથીઓ, બોલપેન સહિતની શૈક્ષણિક સામગ્રી વિતરણ કરવામાં આવી હતી આ મહાદાનથી આશ્રમના બાળકોના ભવિષ્યનું ઘડતર થશે અને શિક્ષણના હકને વધુ મજબૂત આધાર મળશે.તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ પટેલનો આ ઉમદા કાર્ય ને સૌ કોઈ એ બિરદાવ્યું હતું અને આ સેવાક્રિય કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમને સમાજમાં કાર્યરત બાળકો અને સંસ્થાઓ માટે એક જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. જગદંબા અનાથ આશ્રમ પરિવાર તથા દિયોદર જનતાની તરફથી દાતા શામળભાઈ એચ. પટેલનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં કર્યો હતો હતો. જેમાં અનાથ બાળકોને વ્યહારે આવેલ તાલુકા વિકાસ અધિકારીએ અન્ય લોકોને પણ આવા સેવાના કાર્ય માં પોતાનું યોગ દાન આપવા આહવાન કર્યું હતું
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર