દિયોદર વિ. કે. વાઘેલા હાઈસ્કૂલના શિક્ષકનો માર્ગ અકસ્માત મોત થતા શોક છવાયો
દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલ ખાતે હિન્દી વિષયના શિક્ષક તરીકે વર્ષ 2006 થી શનિષ્ઠ ફરજ બજાવતા અને એનસીસી કેડરના મુખ્ય અધિકારી તરીકે સેવા આપતા મનદીપસિંહ જી ચૌહાણ મૂળ વતન માડકા તાલુકો વાવ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ખ્યાતિ પામેલ મંદિપ સિહ ચૌહાણ રવીવારે પોતાના મોસાળમાં સામાજિક પ્રસંગે જતા હતા તે દરમિયાન રણમાર્ગ પર સાતલપુર મઢુત્રા વાવોલ માર્ગ પર અકસ્માત સર્જાતા ગાડી પલટી ખાતા તેમનું સારવાર દરમિયાન કરૂણ મોત થયુ હતું ત્યારે તેમના વતન માડકા ખાતે તેમને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બહોળી સંખ્યામાં પરિવારજનો સ્નેહીજનો મિત્ર વર્તુળ તેમજ સ્ટાફણ ઉપસ્થિત રહી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી સોમવારે વિ કે વાઘેલા હાઈસ્કૂલ દિયોદર ખાતે તેઓની યાદ માં મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી વિદ્યાર્થીઓએ અશ્રુભીની આંખે સંસ્કૃતિ વિષયનું પ્રશ્નપત્ર આપ્યું હતું સ્વભાવે માયાળુ અને દરેક વિદ્યાર્થીના હૃદયમાં આગવું સ્થાન ધરાવતા મંદિપ સિંહ ચૌહાણના નિધનથી સમગ્ર દિયોદર તાલુકાના વિદ્યાર્થીઓ મિત્ર વર્તુળમાં શોક છવાયો હતો
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર