BANASKANTHAPALANPUR

“સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં શૈક્ષણિક કીટ અને ચોપડાઓનું વિતરણ”

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં આજે
(1)શ્રી રમેશભાઈ પરમાર ગામ-વેડંચા તરફથી સમતા વિદ્યાવિહારના ધોરણ 1 થી 10 ના પ્રથમ,દ્વિતીય,તૃતીય ક્રમાંકે પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે શૈક્ષણિક કીટ તથા ચોપડાનું દાન/ભેટ(વિતરણ) તથા
(2)ગં.સ્વ. ચંપાબેન બેચરભાઈ ઇલાસરીયા ગામ-માણકા તેમના પતિ સ્વ. બેચરભાઈ પાનાભાઈ ઈલાસરીયાના સ્મરણાર્થે સમતા વિદ્યાવિહારમાં ભણતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કુલ 100 નંગ ચોપડાનુ દાન/ભેટ (વિતરણ) તથા
(3) શ્રી ધાણધાર વણકર સમાજ વેલ્ફેર ટ્રસ્ટ તરફથી સમતા વિદ્યાવિહારમાં ભણતા જરૂરિયાતમંદ બાળકોને કુલ 118 નંગ ચોપડાનુ દાન/ભેટ (વિતરણ) કરવામાં આવ્યું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી,મેનેજિક ટ્રસ્ટીશ્રી જે સી ઈલાસરીયાએ આજના દાતાશ્રીઓ શ્રી રમેશભાઈ પરમાર,ગં.સ્વ. ચંપાબેન બેચરભાઈ ઇલાસરીયા,વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખશ્રી કાંતિભાઈ રાણા,ઉપપ્રમુખશ્રી હરેશભાઈ વણસોલા શ્રી કુંદનભાઈ વી પરમાર તથા વેલ્ફેર ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ તથા કારોબારી સભ્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઈ પી સોલંકીએ તેમના પ્રવચનમાં માર્ચ 2025 ની બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવાની જાહેરાત કરી હતી. તથા શ્રી વિનોદભાઈ દાનાભાઈ પરમાર ગામ-ગોળા તરફથી આ વર્ષમાં સમતા વિદ્યાવિહારમાં ભણતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 100 નંગ ચોપડા આપવાની જાહેરાત કરી હતી.

આજના વિતરણ કાર્યક્રમનું સંચાલન શ્રી જગદીશભાઈ પરમાર ઈનચાજૅ આચાર્ય સમતા વિદ્યાવિહાર હાઈસ્કૂલ તથા શ્રીમતી ચેતનાબેન જે મકવાણા આચાર્યશ્રી સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાએ કર્યું હતું.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button