BANASKANTHAPALANPUR

પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં આવેલા આંગણવાડી માં સ્કૂલ બુટ વિતરણ અને ભોજન પ્રસાદ પીરસાયુ

2 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં આવેલા આંગણવાડી માં સ્કૂલ બુટ વિતરણ અને ભોજન પ્રસાદ પીરસાયુ. પાલનપુરમાં આવેલ હરીપુરા વિસ્તારમાં આંગણવાડી માં જીવદયા ફાઉન્ડેશન દ્વારા દાતાના સહયોગથી આંગણવાડીમાં નાના બાળકોને સ્કૂલ બુટ વિતરણ અને નાસ્તો પ્રસાદ પીરસાયું. નાના બાળકો ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક,અનહદ આનંદ મળ્યા. બાળકો આનંદિત થઈ ગયા. અને આશીર્વાદ આપ્યા. સેવાકાર્યમાં જીવદયાફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી, ભરત રાવલ હાસ્ય કલાકાર. સોનુ ભાઈ રેડિયમ.વાળા.પરાગભાઈ સ્વામી, મહેશભાઈ ઠક્કર, સલીમભાઈ ચપ્પલ વાળા આંગળવાડીના હિનાબેન,કિંજલબેન અને તેમજ સ્ટાફગણ હાજર રહી આજના સેવાકાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળા વતી ઠાકોરદાસ ખત્રીસહિત ટીમનો આભાર વ્યક્ત કરાયો હતો. જીવ દયા ફાઉન્ડેશન ના જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીએ જણાવ્યું હતું પાલનપુરમાં આવેલ આંગણવાડીઓમાં બે મહિના સુધી સ્કૂલ વિતરણ કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!