BANASKANTHADEODAR

દિયોદર રાવણા રાજપૂત સમાજના બે ઉમેદવારોની ભવ્ય જીત થતા સમાજમાં દિવાળી જેવો માહોલ……

દિયોદર રાવણા રાજપૂત સમાજના બે ઉમેદવારોની ભવ્ય જીત થતા સમાજમાં દિવાળી જેવો માહોલ……

પ્રતિનિધિ દિયોદર ફોટો અહેવાલ કલ્પેશ બારોટ

નવ નિયુક્ત વાવ થરાદ જિલ્લાના દિયોદર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યંત શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઈ જેમાં દિયોદર શહેરમાં બંને વોડ ઉપર રાવણા રાજપુત સમાજના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા સમાજમાં ઉત્સાહ નો માહોલ….

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીમાંથી પરમાર ચંદાબેન કિશોરભાઈ એ ઉમેદવારી નોંધાવી હતી અને વોડ નંબર 2 માં કમળાબેન સુરેશભાઈ ભાટીએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં દિયોદર શહેરના નગરજનોએ વોડ નંબર 1 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદાબેન કિશોરભાઈ પરમાર એ 1644 મતોની જંગી લીડ સાથે વિજય મેળવ્યો હતો જયારે તેની સામે વોડ નંબર 2 ના કોગ્રેસ પાર્ટીના ઉમેદવાર કમળાબેન સુરેશભાઈ ભાટીએ 1762 ની જંગી લીડ સાથે વિજય મેળવ્યો હતો જેમાં રાવણા રાજપુત સમાજ ના બંને ઉમેદવારોએ દિયોદર શહેરના બંને વોડ ઉપર ભવ્ય વિજય મેળવતા સમાજના લોકોમાં દિવાળી જેવો માહોલ જામ્યો હતો અને દિયોદર શહેરના લોકોએ તેમજ સમાજના લોકોએ અભિનંદન ની વર્ષા કરી હતી અને વિજેતા થયેલા ઉમેદવારોએ સૌ મતદારો નો આભાર વ્યક્ત કર્યો હતો……

Back to top button
error: Content is protected !!