BANASKANTHAPALANPUR

રુચિ હોસ્પિટલના 35 માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ડો. સુરેન્દ્ર ગુપ્તા દ્વારા પત્રકાર સ્નેહ મિલન સમારોહ યોજાયો

12 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
રુચિ હોસ્પિટલના 35 માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ડો. સુરેન્દ્ર ગુપ્તા દ્વારા પત્રકાર સ્નેહ મિલન સમારોહ યોજાયો સમગ્ર બનાસકાંઠામાં પોતાની સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતા પાલનપુરના સુપ્રસિદ્ધ તબીબ ડો. સુરેન્દ્ર ગુપ્તાની રુચિ હોસ્પિટલ 35 માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાંથી પણ દર્દીઓ તેમની મેડિકલ સેવાનો લાભ લે છે. આ સાથે સાથે દક્ષિણ રાજસ્થાન નાં દર્દીઓમાં પણ ડો. સુરેન્દ્ર ગુપ્તા ખૂબ જ લોકપ્રિય છે.તેમની રુચિ હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ, પાલનપુર ૩૫ માં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે. આ પ્રસંગે ડો. સુરેન્દ્ર ગુપ્તા એ પાલનપુરના તમામ પત્રકારોનું સ્નેહ મિલન નું આયોજન કર્યું હતું. આ પ્રસંગે શ્રી રંગ સ્વામીજી, NBCC ના બોર્ડ ઓફ ડાયરેક્ટર ડો. જીતેન્દ્ર નાગર, માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર ભારતના પ્રથમ આઈ સર્જન ડો. જીગર અસનાની, પીઢ પત્રકાર પ્રદીપ મહેતા, રમણભાઈ બારોટ, ગુલાબજી ભાટી, પેટ લીવર અને આંતરડાના સુપર સ્પેશિયાલિસ્ટ ડો.એકાંત ગુપ્તા, પૂર્વ આસી. કમિશનર આદી જાતિ નિર્દોષ ગુપ્તા, ભૂમિ ગુપ્તા સહિત પાલનપુર અને બનાસકાંઠાના તમામ પત્રકાર એસોસીએશનના પ્રમુખ-મંત્રી સહિતના હોદ્દેદાર પત્રકારો મોટી સંખ્યામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. સુરેન્દ્ર ગુપ્તાએ આમંત્રિત સૌ પત્રકારોનો સાથ સહકાર બદલ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી સ્મૃતિ ગિફ્ટ અર્પણ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમના આયોજન માં નયન ચત્રારિયા, ચીકુ ગુપ્તા, જયંતભાઈ પટેલ નો સહકાર પ્રાપ્ત થયો હતો .

module: a;
hw-remosaic: 0;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: Night;
cct_value: 0;
AI_Scene: (-1, -1);
aec_lux: 52.0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~25: 0.0;

Back to top button
error: Content is protected !!