BANASKANTHAPALANPUR

વડગામ ના જૈન શ્રેષ્ઠી દ્વારા 38 વિધાર્થીઓને એજ્યુકેશન કિટ્સ વિતરણ કરવામાં આવી

4 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામ બ્લોક હેલ્થ કચેરી ખાતે એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવેલ. જેમાં વડગામ ના દાતા રસીલાબેન મહેન્દ્રભાઈ મોદી પરિવાર ના શ્રી વિપુલભાઈ મહેન્દ્રભાઈ મોદી દ્વારા 38 બાળકોને ચોપડા. નોટબુક. સ્કૂલ બેગ. પાણી ની બોટલ. કુંપાસ બોક્ષ. પાટીયું. કલર. કીટ વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે વડગામ ના જૈન શ્રેષ્ઠીઓ શ્રી મનીષભાઈ શાહ, શ્રી નિર્મલભાઈ મોદી શ્રી અતુલભાઈ શાહ શ્રીઅતુલભાઈ મહેન્દ્રભાઈ શાહ , કુસુમબેન રાજપૂત બનાસ એન પી +હાજર રહેલ અને બાળકો ને આશીર્વાદ આપેલ આ તમામ કાર્યકમ નું સંચાલન પ્રોજેક્ટ કોડીનેટર મફાજી ઠાકોર દ્વારા કરવામાં આવેલ અને કાર્યક્રમ નું આયોજન અરુણાબેન નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.તસ્વીર:- અહેવાલ:- પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!