BANASKANTHAPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગર દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

22 ડિસેમ્બર જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર દ્વારા તારીખ 13 થી 15 ડિસેમ્બર, 2025 સુધી એમ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ ભારતના ઐતિહાસિક, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક વારસાને તેમજ ભૌગોલિક વિવિધતા વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય. આ શૈક્ષણિક પ્રવાસમાં 156 વિદ્યાર્થીઓ તથા 12 શિક્ષકો જોડાયા હતા. જેમાં દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, શિવરાજ બીચ, સોમનાથ, માધાપર બીચ, દીવ, કાગવડ અને વિરપુર જેવા વિવિધ પર્યટક સ્થળોની મુલાકાત લઈ ઐતિહાસિક વિરાસત, ભાતીગળ સંસ્કૃતિ, સામાજિક અને ધાર્મિક મૂલ્યો વગેરે વિશે વિદ્યાર્થીઓ અવગત થયા હતા. આમ, કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી અને આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તથા સ્ટાફ મિત્રોના સહયોગથી શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન થયું હતું.

Back to top button
error: Content is protected !!