BANASKANTHAPALANPUR
વડગામ ગાયત્રી મંદિર ખાતે ચાલીસ માં સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવેલ
વડગામ ગાયત્રી મંદિર ખાતે ચાલીસ માં સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવેલ.
ગાયત્રી પ્રજ્ઞાપીઠ વડગામ મંદિર સંકુલ ખાતે ચાલીસ માં સ્થાપના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જશુભાઈ રાવલ, કરશનજી સોલંકી તેજમલ સિંહ સોલંકી,બંસીલાલ સથવારા, ધનજીભાઈ, બાબુભાઈ, લક્ષ્મણભાઈ ડેકલિયા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વિશેષમાં પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞમા મુખ્ય યજમાન તરીકે ચાર સગર્ભા બહેનો પુંસવન સંસ્કારમાં સહભાગી થયાં હતાં. કાયૅક્રમ સફળ બનાવવા ગાયત્રી ઉપાસક કરશનજી સોલંકી, પુજારી જગદીશભાઈ રાવલે જેહમત ઉઠાવી હતી.