BANASKANTHAPALANPUR

વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી

6 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી: થરાદ વન્યપ્રાણી રેન્જ દ્વારા નડાબેટ અને માવસરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.૫ જૂન એટલે કે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે બનાસકાંઠાના નાયબ વન સંરક્ષકશ્રી (વન્યપ્રાણી વિભાગ) અને મદદનીશ વન સંરક્ષકશ્રી પાલનપુરના માર્ગદર્શન હેઠળ, થરાદ વન્યપ્રાણી રેન્જ દ્વારા સરહદી વિસ્તાર નડાબેટ અને માવસરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકૃતિના જતન માટે જનજાગૃતિ કેળવવાનો અને પર્યાવરણને વધુ હરિયાળું બનાવવાનો હતો.કાર્યક્રમ અંતર્ગત નડાબેટ ખાતે આવેલા બી.એસ.એફ. કેમ્પ તેમજ નડાબેટ એન.ટી.પી. એચ.સી.૫ ખાતે મહાનુભાવોના હસ્તે શાસ્ત્રોક્ત અને ઉત્સાહભર્યા વાતાવરણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ દ્વારા ઉપસ્થિત લોકપ્રતિનિધિઓ અને અગ્રણીઓને વન વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલા સફળ વાવેતર (પ્લાન્ટેશન)ની સ્થળ મુલાકાત કરાવી હતી, અને વન વિભાગની આ પ્રશંસનીય અને સફળ કામગીરીથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને મહાનુભાવો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, એ.પી.એમ.સી. (APMC) ચેરમેનશ્રી, શ્રી ઉમેદદાન ગઢવી તેમજ જલોયા ગામના સરપંચશ્રી સહિત તાલુકાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ પર્યાવરણના રક્ષણ માટે સંકલ્પ લીધો હતો.

Back to top button
error: Content is protected !!