પાલનપુરમાં શનિદેવ જન્મોત્સવ મંદિરોમાં ભવ્ય ઉજવણી

16 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં શનિદેવ જન્મોત્સવ મંદિરોમાં ભવ્ય ઉજવણી ખોડા લીમડા કંથરીયા હનુમાન જેવા મંદિરોમાં મંત્ર .યજ્ઞ .આહુતિ મહા આરતી આયોજન કરવામાં આવ્યા.પાલનપુરમાં શનિવારે આ વખતે અમાવસ્ય દિન અને સની જયંતિ બંને એક જ દિવસ હોવાથી શનિદેવનું પૂજાપાઠનું મહત્વ વધી જાય છે આ દિવસે શહેરમાં વિવિધ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી
પાલનપુરમાં શનિદેવ જન્મોત્સવ ના દિવસે અતિ શુભ સંયોગ બની રહ્યો છે તેને લઈને શહેરના શનિદેવના વિવિધ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી જેમાં કોટ વિસ્તારમાં આવેલુંખોડા લીમડા વિસ્તારમાં આવેલું શનિદેવનો મંદિરે તેમજ કંથરિયા હનુમાનજી મંદિર વિશિષ્ટ પૂજા પાઠ હવન મહા આરતી પ્રસાદનું આયોજન કરવામા આવેલું શનિદેવને તેલ કાળા તલ અભિષેક નવગ્રહ શાંતિ પાઠ શની કથા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને બપોરે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એમ કહેવાય છે જેને જે વ્યક્તિને સાડા સાત વર્ષની પનોતી વ્યક્તિ વાળા પૂજા પાઠ તેમ જ પીપળાના ઝાડે શનિદેવના મંત્ર સાથે પૂજા પાઠ તેમજ હનુમાન ચાલીસા ના મંત્ર અને ગરીબોને કાળી વસ્તુઓના દાન આપવાનું મહત્વ શાસ્ત્રમાં જણાવ્યું છે તેને લઈને લોકોએ આ દિવસે હવનનો લાભ લીધો હતો દાન પણ કર્યું હતું.






