BANASKANTHAPALANPUR

ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘ મહામંત્રી એ વડગામ વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લીધી

8 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘ મહામંત્રી એ વડગામ વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લીધી ‌
વડગામ વિધાનસભા ક્ષેત્રમાં અંબાજી હાઈવે સ્થિત આવેલ મુમનવાસ ગામે શનિવારે
રામકથા જ્ઞાન યજ્ઞ ની પુણૉહુતિ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘ મહામંત્રી આર.કે.પટેલ,તા.ભારતીય કિસાન સંઘ પ્રમુખ લક્ષ્મણભાઈ મહિવાલ નાનોસણા,જિ.પં.પુવૅ.સભ્ય બાલકૃષ્ણ જીરાલા, તા.મહામંત્રી રવુભા ડાભી મોતીપુરા, પ્રભારી ભિખાભાઈ ડી.પટેલ વરસડા, ઉ.પ્રમુખ ઉદયસિંહ સોલંકી, સહિત તમામ કારોબારી સભ્યો, ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
દરમિયાન મોતીપુરા ફામૅ હાઉસ ખાતે આદર્શ પ્રગતિશીલ ખેડૂત રવુભા ડાભી ના ફામૅ હાઉસ ખાતે પ્રદેશ મહામંત્રી આર.કે.પટેલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોતીપુરા ચેકડેમ સાઈટ નું નિરીક્ષણ કરી ચેકડેમ નું પુનઃ નિર્માણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી.તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!