થરામાં કામધેનુ ગૌ સેવા તથા સર્વ અબોલ જીવ સેવા સમિતિ દ્વારા ઘાયલ પક્ષીઓને જીવન દાન આપ્યું.
થરામાં કામધેનુ ગૌ સેવા તથા સર્વ અબોલ જીવ સેવા સમિતિ દ્વારા ઘાયલ પક્ષીઓને જીવન દાન આપ્યું.
થરામાં કામધેનુ ગૌ સેવા તથા સર્વ અબોલ જીવ સેવા સમિતિ દ્વારા ઘાયલ પક્ષીઓને જીવન દાન આપ્યું.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામા આવેલ બસ સ્ટેશન પાસે કામધેનું ગૌ સેવા તેમજ સર્વ અબોલ જીવ સેવા સમિતિ દ્વારા ઉતરાયણ ના દિવસે ઘાયલ પક્ષીઓ માટે તાત્કાલિક સારવાર કેન્દ્રનું પ્રથમ વાર આયોજન કરી અનેક પક્ષીઓના જીવ બચવ્યા હતા.સર્વ અબોલ જીવ સેવા, કામધેનુ ગૌ સેવા સમિતિ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી અબોલ જીવો,ઘાયલ ગૌ માતા,નંદી (આખલા),રોઝ (નીલગાય), સસલાં કે કોઈ પણ ઘાયલ પશુ- પક્ષીની સારવાર કરી થરા ખોડા ઢોર પાંજરા પોળ,જૈન તીર્થ રૂની પાંજરા પોળ,શ્રી કૃષ્ણ ગૌશાળા થરા ભાભર પાટણ કે રાધનપુરમાં ખાનગી વાહન દ્વારા તેમજ જેતે ગૌ શાળાની એમ્બ્યુલન્સના સહયોગથી સારવાર માટે મૂકવામાં આવે છે.કામધેનુ ગૌ સેવા સમિતિ પાસે ટ્રસ્ટ નાં હોવા છતાં કાંકરેજ તાલુકાના ધાર્મિક લોકોના સહયોગથી છેલ્લા પચીસ વર્ષથી સતત અવિરત સેવા આપે છે.ખસવાળા કે જીવાતવાળા કુતરાઓ માટે મફત દવા પણ પુરી પાડે છે.શિવાજી પરમાર પેઈન્ટર,રાજુભા વાઘેલા, ગોવિંદસિંહ વાઘેલા,દશરથજી ઠાકોર,લાલજી રાઠોડ,કિરીટ મકવાણા,સાગર બી.એસ.એફ,મયુરભાઈ બારોટ રૂની,જયરાજસિંહ ઝાલા,રોહિત ઠાકોર,વિષ્ણુ ઠાકોર,જીગર ઠાકોર સહીત દરેક સેવકો તન- મન-ધન થી સેવા આપી રહ્યા છે તેમ રામજીભાઈ પરમારે (ભાવનગર)જણાવ્યું હતું.ધર્મનગરી થરા ખાતે સેવાકીય પ્રવૃતિઓમાં કાર્યરત સંસ્થાઓમાં શિવાજી પેઈન્ટરની મુખ્ય સેવાથી ચાલતી એક સંસ્થા એટલે કામધેનુ ગૌ સેવા/અબોલ જીવ સેવા સમિતિ થરાનું કાર્ય સૌથી અલગ જ છે મુડી વગરની સંસ્થા છે છતાં ખસથી પીડાતા કુતરાંની દવા કરવી ગમે તે સ્થળે ગાયોને અકસ્માત થયો હોય ગાયો લઈ આવી સેવા કરવી પક્ષીને ચણ પક્ષીને પાણી માટે નિયમિત કુંડા ભરવા કોરોનાકાળ વખતે કોઈ કોઈનું ન હતું ત્યારે કોરોના સમયગાળા દરમ્યાન નિયમિત ગાય કૂતરાને રોટલો અને પક્ષીઓને ચણ અને પાણી આપવાની સેવા ક્યારેય ભુલાય તેમ નથી.આવી સંસ્થાને એમ્બ્યુલન્સની જરૂરિયાત છે મો. ૯૪૨૭૦ ૬૫૮૮૪ઉપર ફોન કરી યથાયોગ્ય સહયોગ આપી સેવા કાર્યમાં સહભાગી બનવા અણદાભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530