લાખણી ના વાસણા ગામે સંજીવની દુધ ની થેલીઓ ખરાબ નિકળતા બાળકો ના આરોગ્ય સાથે ગંભીર ચેડા

નારણ ગોહિલ લાખણી


લાખણી તાલુકા વાસણા વાતમ ગામે આવેલ પગાર કેન્દ્ર શાળા મા મળતી સંજીવની દુધ ની થેલીઓ માથી નિકળી જીવાત સરકાર દ્વારા કુપોષણ ચાલી રહેલ યોજના મા કોન્ટ્રાકટર અને મળતીયાઓ દ્વારા છેલ્લી કક્ષા નુ અને એક્સ પાય રી ડેટ વગર નુ મળતા ગામ ના જાગૃત લોકો ને જાણ થતા ગામ લોકો મા ભારે નિરાશ જનક સવાલો ઉભા થયા છે લાખણી તાલુકા વાસણા ગામે જાગૃતિ નાગરિકો અને વડીલો દ્વારા બાળક ભણવા આવ્યા બાદ શાળા એ થી છુટી ને ઘરે દુધ ની થેલી લઈ ગયો હતો ત્યારબાદ વાલીને બતવા મા આવ્યું હતુ અને વાલીને દુધ ખરાબ દેખાતા ગામ ના જાગૃતિ નાગરિકો અને આગેવાનો ને જણાવતા તાત્કાલિક દુધ ચેક કરવા મા આવ્યું અને દુધ ની થેલી ચેક કરતા એક દમ દુધ ખરાબ અને હલકી કક્ષા નુ હોઈ ગામ લોકો મા અને હાજર આગેવાનો એ અધિકારી અને સંજીવની દુધ કોન્ટ્રાકટર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે વાસણા પ્રા શાળા મા દુધ હલકી ગુણવત્તાના વાળુ દુધ અપાતુ હોય તેવો વિડિયો સોશ્યલ મિડીયા ફરતા થયા છે જે પ્રકારે દુધ ની થેલીઓ નુ દુધ બગડુ ગયેલુ વિડિયો મા સ્પષ્ટ પણે દેખાય છે અને આડકતરી રીતે બાળકોના ભવિષ્ય અને આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવુ સ્પષ્ટ લાગી રહ્યું છે આમા જે અધિકારી ઓ કોન્ટ્રાકટર કે અન્ય કોઈ નેતાઓ અથવા દુધ પેકિંગ બનાવતી કંપની કે દુધ વિતરણ કરતી સંસ્થા સામે તાત્કાલિક તપાસ કરી તેમની સામે સખ્ત મા સખ્ત કાર્યવાહી કરવા ગામ લોકો અને આગેવાનો વિનંતી કરવા મા આવી છે વિગત ની જાણ થતા લાખણી તાલુકા પંચાયત ના પ્રમુખ વાસણા ખાતે તાત્કાલિક પહોંચી રૂબરૂ ચેક કરી લાખણી મામલતદાર ને જાણ કરવા મા આવી છે વાસણા તાલુકા પંચાયત ના નવ નિયુક્ત ડેલીકેટ દ્વારા જણાવા મા આવ્યું છે કે જો સરકાર દ્વારા અને મામલતદાર દ્વારા તાત્કાલિક તપાસ કરી આમની સામે કડક મા કડક પગલા લેવા મા નહી આવે તો અમે આંદોલન કરવા મા આવશે અને અમારી વાસણા વાતમ ગામ પગાર કેન્દ્ર મા અંદાજીત ૩૦૦થી વધારે બાળકો ભણી રહ્યા છે એમના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે અને ખરાબ અને હલકી કક્ષા નુ દુધ બાળકો દ્વારા પીવાથી બાળકો ને ગંભીર રોગો થવા ની ભીતી સેવાઈ રહી છે જો આ દુધ થી બાળકો ને કઈ થશે તો આનુ જવાબદાર કોણ વાસણા તાલુકા પંચાયત ડેલીકેટ દ્વારા જણાવા મા આવ્યું હતુ લાખણી મામલતદાર અને આરોગ્ય ટિમ દ્વારા તાત્કાલિક તપાસ કરી આની સામે કડક પગલા લેવા જણાવા મા આવ્યું હતુ



