BANASKANTHALAKHANI

લાખણી આગથળા પોલીસ નુ માનવતા ભર્યું કાર્ય કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું

નારણ ગોહિલ લાખણી

લાખણી તાલુકા આગથળા પોલીસ સ્ટેશન ના સ્ટાફ અને પીઆઈ દ્વારા માનવતા ભર્યું કાર્ય કરી વિસ્તાર માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે ઘરેથી ગુમ થયેલ સગીર બાળકો નુ પરિવાર સાથે સુખદ્ મિલન કરાવી ઓપરેશન મુસ્કાન હેઠળ માનવંતા કામ કરતી આગથળા પોલીસ પોલિસ મહા નિરીક્ષક પરિક્ષતા રાઠોડ સાહેબ રેન્જ બનાસકાંઠા પાલનપુર અને વાવ થરાદ જીલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા ના પોલીસ પ્રજાનો મિત્ર અભિગમ અંતર્ગત ગુમસુદા માણસોને શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવવા સારૂ કામગીરી કરવા કરેલ સુચના અનુસંધાને એસ આર ભારાઈ નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ ના માર્ગદર્શન મુજબ આગથળા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એમ બી રાઠોડ અને આગથળા પોલિસ સ્ટાફ માણસો એ આગથળા વિસ્તારમાં કોઈ માણસ વિખુટા પડેલ હોય તેવા મળી આવે તો તેમના સાથે હમદર્દી રાખી સાંત્વના આપી વિશ્વાસ મા લઈ તેમના પરિવાર બાબતે માહિતી મેળવી પરિવાર સાથે મુલાકાત કરાવવા પુરા પ્રયત્નો કરવા જણાવેલ તે અંતર્ગત લાખણી ડીસા હાઇવે રોડ ઉપર સગીર બાળકો માટે મળી આવતા તેને પોલિસ સ્ટેશન લઈ જઈ ભોજન અને પાણી ની વ્યવસ્થા કરી આપી અને આશ્વાસન આપી તેની પુછપરછ કરતા બાળકે પોતા નુ નામ કરણ ખોડાભાઇ દેવીપુજક ઉવ ૦.૭ તથા (૨) વિષ્ણુ ખોડાભાઇ ઉવ ૦૬ બન્ને રહે મોરાલ તા લાખણી વાળા હોવાનુ જણાવ્યુ અને પોતાને ડીસા હાઇવે રોડ પર એકલા ફરવા બાબતે વાત કરતા તેણે જણાવેલ કે ૧૯ /૦૫/૨૦૨૬ ના રોજ બપોરે ઘરેથી કોઈ ને કહ્યા વગર નિકળી ગયા હતા તેવી વાત તે બાળકો ને તેમના વાલી વારસો નો સંપર્ક કરી બાળકો ને તેના પરિવાર સાથે સુખદ્ મિલન કરાવ્યું હતુ ઓપરેશન મુસ્કાન હેઠળ સારી કામગીરી કરી બાળકો ને ઘરે મુકી માનવતા નુ ઉત્તમ કામગીરી કરવામાં આવતા વિસ્તારમાં ખુબ જ પ્રશંસા કરવા મા આવી છે કામગીરી કરનાર આગથળા પોલીસ સ્ટેશન ના પીઆઈ એમ બી રાઠોડ અને રમેશભાઇ ભલાભાઈ અ હેડ કોન્સ્ટેબલ એ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે

Back to top button
error: Content is protected !!