BANASKANTHAPALANPUR

સુરત પાલ વિસ્તારમાં આવેલ પારદેશ્વર અટલ આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવ પર્વ પર ૬ હજાર કિલોના બુંદીનો મહાલાડુ પ્રસાદ તૈયાર કરાયો

12 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
સુરત પાલ વિસ્તારમાં આવેલ પારદેશ્વર અટલ આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવ પર્વ પર ૬ હજાર કિલોના બુંદીનો મહાલાડુ પ્રસાદ તૈયાર કરાયો.હનુમાન જન્મોત્સવ પર્વ પર રાજ્યમાં હનુમાન મંદિરોમાં અગાઉથી તૈયારીઓ શરૂ કરી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. એમાં પણ ૧૨ એપ્રિલ શનિવાર નો દિવસ પર ખાસ સંયોગ બની રહ્યો છે. ત્યારે રામ ભક્ત સંકટ મોચન હનુમાનના શનિવાર દિવસે દાદાના ભક્તો તેલ, સિંદૂર, વિશેષ પૂજા અર્ચના કરી હનુમાન ચાલીસા પાઠ તેમજ સુંદરકાંડ પાઠ ના સ્મરણ કરી હનુમાન દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સુરતના પાલ વિસ્તારમાં આવેલા પારદેશ્વર અટલ આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવ પર્વ પર વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પારદેશ્વર અટલ આશ્રમના બટુકગીરી મહારાજના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન દાદાને છ હજાર કિલો નો બુંદીનો એક મહા લાડુ નો ભોગ બનાવવામાં આવ્યો હતો. અને હનુમાન દાદાના ભક્તોને પ્રસાદરૂપી આપવામાં આવ્યો હતો. આ લાડુ 30 જેટલા રસોઈયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. સીધું સામગ્રી રૂપે ૨ હજાર કિલો ખાંડ, ૨ હજાર કિલો ચણાની દાળ, ૧૦૦ તેલના ડબ્બા , ૩૦૦ કિલો ડ્રાયફ્રુટ ( બદામ કતરી, કાજુ ટુકડા, કિસમિસ, પિસ્તા, એલચી, ) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ લાડુની શરૂઆત ૨૦૦૪ થી કરવામાં આવી હતી. જે દર વર્ષે હનુમાન જન્મોત્સવ હનુમાન દાદા ને ભોગ લગાવી ભક્તોને પ્રસાદી રૂપે અપાય છે. આ લાડુ બનાવવામાં દર વર્ષે વધારો કરવામાં આવતો હોય છે. દર વર્ષે જે પ્રમાણે જોવામાં આવે તો તેમાં થયેલ વધારો નીચે પ્રમાણે છે. ઈ.સ ૨૦૦૪ – ૫૫૧ કિલો , ૨૦૦૫ – ૧૧૧૧ કિલો , ૨૦૦૬ – ૧૫૫૧ કિલો , ૨૦૦૭ – ૧૭૫૧ કિલો , ૨૦૦૮ – ૨૧૫૧ કિલો , ૨૦૦૯ – ૨૫૦૦ કિલો , ૨૦૧૦ – ૨૫૫૧ કિલો , ૨૦૧૧ – ૨૭૦૦ કિલો , ૨૦૧૨ – ૨૭૫૧ કિલો , ૨૦૧૩ – ૩૧૦૦ કિલો , ૨૦૧૪ – ૩૨૦૦ કિલો , ૨૦૧૫ – ૩૨૫૧ કિલો , ૨૦૧૬ – ૩૫૫૧ કિલો , ૨૦૧૭ – ૩૬૦૦ કિલો , ૨૦૧૮ – ૩૭૫૧ કિલો , ૨૦૧૯ – ૪૦૦૦ કિલો , ૨૦૨૦ – ૪૧૦૦ કિલો , ૨૦૨૧ – ૪૨૫૧ કિલો , ૨૦૨૨ – ૪૩૦૦ કિલો , ૨૦૨૩ – ૪૫૦૦ કિલો , ૨૦૨૪ – ૫૧૦૦ કિલો , ૨૦૨૫ – ૬૦૦૦ કિલો ,
હનુમાન જન્મોત્સવ પર મોટી સંખ્યામાં દાદાના ભક્તો દર્શન કરી પ્રસાદનો લાભ લેશે. તસવીર-એહેવાલ દીપકભાઇ રાવલ

Back to top button
error: Content is protected !!