GUJARATRAJKOT CITY / TALUKOUPLETA

Upleta: ઉપલેટાના ખાખીજાળિયા, કોલકી ગામે નવનિર્માણ આંગણવાડીનું ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા હસ્તે લોકાર્પણ

તા.૧૨/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

રૂ.૧૪ લાખના ખર્ચે બનેલી ૨ આંગણવાડી ૧૦૦ જેટલા બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો માટે ઉપયોગી બનશે

Rajkot, Upleta: આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. બાળકોને સરળતાથી પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે ઉપલેટાના ખાખીજાળિયા તથા કોલકી ગામે નવનિર્મિત આંગણવાડીના ૨ કેન્દ્રોનું ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયાના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી, સરપંચશ્રી, ગામના આગેવાનો, પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો.જનકસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ઉર્વશીબા જાડેજા સહિત તમામ મુખ્ય સેવિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી દ્વારા બાળકોને નવનિર્મિત કેન્દ્રોમાં પ્રવેશ કરાવી તેમજ વાલીઓ સાથે વિશેષ સંવાદ કર્યો હતો. રૂ.૧૪.૦૦ લાખ ખર્ચે બનેલા આંગણવાડીના ૨ કેન્દ્રોના લોકાર્પણથી અંદાજિત ૧૦૦ જેટલા બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ તથા કિશોરીઓને સરકારશ્રીની યોજનાનો લાભ મળશે.

Back to top button
error: Content is protected !!