પાલનપુર તાલુકા ભાજપ દ્વારા ‘અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના’ ઉજવણી અંતર્ગત માલણ ગામે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

6 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકા ભાજપ દ્વારા ‘અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના’ ઉજવણી અંતર્ગત માલણ ગામે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા કાર્યાલય દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સરકારના ઐતિહાસિક ૧૨ વર્ષ પૂર્ણ થવાના સુઅવસર પર “અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજ રોજ ૫ જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાલનપુર તાલુકા ભાજપ દ્વારા માલણ ગામ ખાતે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
માનનીય વડાપ્રધાનશ્રીના “એક પેડ માઁ કે નામ” ના આહ્વાનને સાર્થક કરવા અને પર્યાવરણના સંરક્ષણ અને જતન માટે પાલનપુર તાલુકાના માલણ ગામે આવેલા ઠાકોર સમાજના સ્મશાન ગૃહ ખાતે ગ્રીન કવર વધારવાના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ વાવવામાં આવેલા તમામ છોડનું યોગ્ય રીતે ઉછેર અને જતન થાય તે માટેનું આયોજન પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.આ ગરિમામય કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાલનપુર તાલુકા ભાજપ ના પ્રમુખ રમેશભાઈ પટેલ, ભગવાનભાઈ કુગશિયા, મનુભાઈ હાજીપુરા, અમીશપુરી ગોસ્વામી, જિલ્લા પંચાયતના ડેલીગેટ પ્રિયંકાબેન ચૌહાણ, જગદીશભાઈ પટેલ, દિનેશભાઈ જુઆ, ભરતભાઈ પરમાર, નરેશભાઈ કરણ, મેઘરજભાઇ ચૌધરી, વિપુલભાઈ, કિરણભાઈ રાવલ, કાર્યક્રમના ઇન્ચાર્જ રણજીતસિંહ રાણા સાથે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આ ઉપરાંત સંગઠન તરફથી તાલુકા ભાજપના મહામંત્રી રમેશભાઈ રાતડા, કમલેશજી ઠાકોર તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી કીર્તિભાઈ મેવાડાએ હાજર રહી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. સ્થાનિક અગ્રણીઓ પૈકી છગનજી ઠાકોર, બનાજી રાજપુત અને સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ગ્રામજનોએ આ પર્યાવરણલક્ષી ઝુંબેશમાં જોડાઈને ઉમળકાભેર ભાગ લીધો હતો.
પર્યાવરણની જાળવણી એ જ સાચું જન કલ્યાણ છે તેવા સંદેશ સાથે પાલનપુર તાલુકા ભાજપ દ્વારા આગામી દિવસોમાં પણ સ્વચ્છતા અભિયાન અને વિશેષ જનસંપર્ક જેવા અન્ય કાર્યક્રમો દ્વારા આ સેવાનો યજ્ઞ અવિરત ચાલુ રાખવામાં આવશે તેમ પક્ષના હોદ્દેદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું.




