કાળ જાળ ગરમીમાં રેકોર્ડ બ્રેક રક્તદાન 1025 બોટલ

7 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
કાળ જાળ ગરમીમાં રેકોર્ડ બ્રેક રક્તદાન 1025 બોટલ. જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠા દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે તમામ સંસ્થાઓ વર્ષ દરમિયાન બ્લડ કેમ્પો કરતી હોય છે પરંતુ ઉનાળાની કાળ -જાળ ગરમીમાં કોઈ રક્તદાન કેમ્પ થતા નથી અને બ્લડ બેંકોમાં બ્લડ ની અછત સર્જાઈ છે આવા કપરા સમય માં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ રક્તદાન કેમ્પ નું આયોજન કરે છે. 2021 થી દર વર્ષે ઉનાળા ની ગરમીમાં બ્લડ ડોનેટ નો કેમ્પ કરે છે. આ રક્તદાન કેમ્પ માં સર્વ સમાજ અને સર્વ ધર્મ ના ભાઈયો બહેનો ને સ્વૈચ્છિક ઉત્સાહ પૂર્વ રક્તદાન ક્ર્યું અને પાલનપુર માં રેકોર્ડ બ્રેક 1025 બ્લડ બોટલ નું રક્તદાન ક્ર્યું જેમા દરેક રક્તદાતાઓને હેલ્મેટ, ટ્રોફી, ફોટો, અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. ગ્રુપ ના ફાઉન્ડર ભૂપતસિંહ રાજપૂત એડવોકેટ ને જણાવ્યું કે અમારા ગ્રૂપ માં 411 મેમ્બર્સ જોડાયેલા છે અને જે સર્વ ધર્મ, સર્વ સમાજ ના ભાઈયો બહેનો જોડાયેલા છે ગ્રુપ માં કોઈ હોદ્દો નથી જે જોડાઈ માત્ર સભ્ય તરીકે જોડાઈ છે. છેલ્લા 2021 થી 1900 થી વધારે દર્દીઓને બ્લડ ની આ ગ્રુપ મદદ કરી બનાસકાંઠા જિલ્લા માં બ્લડ સેવામાં આગવી ઓળખ ઉભી કરી છે બ્લડ કેમ્પ સિવાય આ વર્ષે -18 તાલુકા અને 5 જિલ્લા માં 20,000 ચક્લીઘર અને 20,000 કુંડાનું નિઃશુલ્ક વિતરણ ક્ર્યું અને દિવાળી પર 5 તાલુકાના 2500 જરૂરિયાત મંદ પરિવાર ને જાતે બનાવી મીઠાઈ અને ફરસાણ આપ્યું. મિનરલ પાણી ની પરબો, સર્વ સમાજમાટે લાઈબેરી, પુસ્તક પરબ, સેવાકેમ્પો, સેફટીગાર્ડ વિતરણ જેવા અનેક કાર્યકમો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.





