આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે સંસ્કૃત દિન ઉજવાયો

12 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે સંસ્કૃત દિન ઉજવાયો. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે પ્રાર્થના સભામાં “સંસ્કૃત દિન” મનાવવામાં આવ્યો. આ પ્રસંગે પધારેલ સંસ્કૃત ભાષાના વિદ્વાન, પ્રચાર ભારતી સંસ્કૃત ના પ્રવક્તા અને શ્રીમદ ભાગવત કથા તથા રામચરિત માનસના પ્રવક્તા શ્રી વિનોદભાઈ રાવલ(આચાર્યશ્રી, કિયાદર પ્રા.શાળા) નું આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી એ પુસ્તક અર્પણ કરી સ્વાગત–સન્માન કર્યું હતું. તથા મહાનુભાવ એ “સંસ્કૃત એ ભારતીય ભાષાઓની જનની” અને “સંસ્કૃત એટલે સંસ્કાર અને સંસ્કૃતિ” વગેરે વિશે સદ્રષ્ટાંત પ્રાસંગિક પ્રવચન આપી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી સંસ્કૃત ભાષાના પ્રભાવથી અવગત કર્યા હતા. શિક્ષકશ્રી મહેશભાઈ ડી. ચૌધરીએ પણ સંસ્કૃત ભાષાનો વૈભવી સાંસ્કૃતિક વારસો પર પ્રકાશ પાડ્યો હતો. અને સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમ સફળ થયેલ. 






