BANASKANTHAKANKREJ

અધગામ તથા ઈન્દ્રમાણા મા શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ સહિતનું સન્માન કરાયું..

શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિ કુંવારવા,ઉપપ્રમુખ રામશીભાઈ પ્રજાપતિ રવેલ,મંત્રી વાલાભાઈ જી.  પ્રજાપતિ રાજપુર,સહમંત્રી રમેશભાઈ એસ.પ્રજાપતિ લુદ્રાની તાજેતરમાં સર્વાનુમતે વરણી થતા  તેમની કામગીરીની શુભ શરૂઆત આજરોજ તા.૨૩/૦૬/૨૦૨૪ ને રવિવારના રોજ સમાજકાર્યમાં સહયોગ આપવા અધગામના સ્વ.ઈશ્વરભાઈ નાનજીભાઈ પ્રજાપતિ પરિવારના પ્રહલાદભાઈ, પાંચાભાઈ, હરગોવનભાઈ સહિત જ્ઞાતિ બંધુઓએ શરૂઆત કરીને અન્યને પ્રેરણારૂપ કાર્ય કર્યું છે.
અધગામ ખાતે રવિવારના રોજ નવનિયુક્ત આગેવાનોને સ્વ. ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા આમંત્રણ આપી કંકુતિલક કરી પ્રમુખને સમાજની પાઘડીબાંધી ઉપપ્રમુખ,મંત્રી અને સહમંત્રી ને કંકુતિલક કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.પ્રમુખે અનેક ચર્ચાઓ કરી નવીન કારોબારી સભ્યની નિમણૂકની માગણી કરતા રઘુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ટૂંક સમયમાં અમારા ગામમાંથી કારોબારી સભ્યો આપવાની ખાત્રી આપી હતી. અધગામથી ઈન્દ્રમાણા ખાતે રમેશભાઈ જે.પ્રજાપતિના ફાર્મ હાઉસ ખાતે ઈન્દ્રમાણા ગામના ભાઈઓએ સ્વાગત સન્માન કરી ચર્ચાઓને અંતે કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.ત્યારે જયંતીભાઈ પ્રજાપતિ, ભારૂભાઈ પ્રજાપતિ થરા,થરા, રમેશભાઈ પ્રજાપતિ થરા, સગથાભાઈ પ્રજાપતિ રવેલ, ભેમારામ ભગત,સંજય પ્રજાપતિ,જગદીશ પ્રજાપતિ  સહિત પ્રજાપતિ ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button