BANASKANTHADEODAR

દિયોદરના વખા ખાતે શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરાયું.

પરમ ભાગવત ગૌઋષિ સ્વામી શ્રી દત્તશરણાનંદજી મહારાજ ગૌધામ મહાતીર્થ પથમેડાની પ્રેરણાથી દિયોદર તાલુકાના વખા ગોળીયા ઈસરવા રોડ ખાતે શ્રી રાધેકૃષ્ણ ગૌશાળામાં ગૌ શાળા ના લાભાર્થી શ્રી રામકથા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં મીરાબેન દેરામજી માળી લુદરા હસ્તે અરજણભાઈ દેરામજી પરિવાર દ્વારા મુખ્ય યજમાન પદે નો લાભ લીધેલ છે, લોકો ગો પાલન કરે અને સનાતન ધર્મ તરફ આગળ વધે તે હેતુથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.21 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી શ્રીરામકથા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
કથામાં ગૌભક્ત શ્રી છોગારામજી (હરિહરદાસ) સિસોદરા વાળા વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે કથાનો સમય સવારે 11:00 થી સાંજે 4:30 કલાક સુધી નો છે. આ કથામાં શોભાયાત્રા,યજ્ઞ,શ્રીરામ જન્મ, શ્રી રામ વિવાહ, શ્રી ભરત મિલન સહિતના પ્રસંગો યોજાશે. જેમાં દિયોદર તાલુકા ની ધર્મપ્રેમી જનતાએ કથાનો લાભ લેવો માટે શ્રી રાધેકૃષ્ણ ગૌશાળા વખા ગોળીયા દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.

અહેવાલ કલ્પેશ બારોટ
દિયોદર

Back to top button
error: Content is protected !!