થરાદ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનની બેઠક યોજાઈ, થરાદ તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ઓઝાની વરણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ ખાતે આજે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં થરાદ અને વાવ તાલુકાના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી. આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ભગવાનભાઈ જોશી અધ્યક્ષપદે અને મુખ્ય મહેમાનશ્રી બીપીનભાઈ ત્રિવેદી માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત રહ્યા.આ પ્રસંગે થરાદના પ્રમુખ તરીકે પત્રકાર શ્રી મહેન્દ્રભાઈ ઓઝાની વરણી કરવામાં આવી, જ્યારે વાવ તાલુકાના પ્રમુખ તરીકે ભડવેલ ગામના સરપંચ શ્રી કમલેશભાઈ આચાર્યની વરણી કરવામાં આવી.બેઠકમાં સમાજના આગેવાનો ભુરાભાઈ રાજગોર, શંકરલાલભાઈ (ગંગોત્રી હોટલ), મોહન રાજગોર, અજયભાઈ ઓઝા, દીપકભાઈ ઓઝા, દિલીપભાઈ ઓઝા, સુરેશભાઈ દવે, ભરતભાઈ દવે, અમૃતભાઈ દવે, અલકાબેન ત્રિવેદી સહિતનો ઉપસ્થિત રહેલા મહાનુભાવોનો ઉપસ્થિતિબલિદાન રહ્યો.નવ નિમિત પ્રમુખોને સમસ્ત સમાજ દ્વારા ફુલહાર કરીને સન્માનિત કર્યા હતા



