ધી દિયોદર તાલુકા કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી દિયોદર ની સાધારણ સભા યોજાઈ
અહેવાલ:- કલ્પેશ બારોટ દિયોદર
બનાસકાંઠા જિલ્લા ના દિયોદર મથકે આવેલ દેશી લોહાણા મહાજન વાડી ખાતે દિયોદર તાલુકા પંચાયતના કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની સાધારણ સભા યોજવામાં આવી હતી.આ સભા મુખ્ય મહેમાન તરીકે બનાસબેંક ના ડિરેક્ટર ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ઈશ્વર ભાઈ નું મંડળી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ તથા હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન અવસાન પામેલ સભાસદોની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.ગત સભાની કાર્યવાહીની વંચાણ લઈ બહાલી આપવામાં આવી હતી.સને ૨૦૨૪ -૨૫ ના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા.૩૧/૩/૨૫ ના વર્ષ ના ચોખ્ખા નફાની વહેંચણીને બહાલી તેમજ ડિવિડન્ડ તથા બોનસ જાહેર કરવામાં આવ્યું હતું. ગત વર્ષ ની કામગીરી ચર્ચા કરવામાં આવી હતી.આંતરિક તેમજ સહકારી ઓડિટ રજૂ કરવામાં આવ્યું હતું. ૨૦૨૫/૨૬ ના વર્ષ માટે મંત્રીશ્રી અને મદદનીશ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર માટે ની પણ ચર્ચા કરવામાં આવી હતી. પેટા કાયદામાં સુધારો કરવા માટેની ચર્ચા કરાઈ હતી. આગામી વર્ષ માટે આંતરીક ઓડિટ ની વરણી તેમજ પૂર્વ ચેરમેન શ્રી તેમજ વાઈસ ચેરમેન શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું.તમામ પધારેલ મહાનુભાવો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.સાથોસાથ કર્મચારી મિત્રો ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ મંડળી શિક્ષણ ક્ષેત્ર નો સમાજ ક્ષેત્રનો રાષ્ટ્રીય ક્ષેત્રનો સેવા ક્ષેત્રે પણ ફાળો રહ્યો છે.આ મંડળી ના ચેરમેન જામાભાઈ પટેલે મંડળી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ ૩૧/૩/૨૦૨૫ ના રોજ પૂરા થતા હિસાબી વર્ષ દરમિયાન મંડળી એ ૧૪,૯૩,૮૭,૨૮૦.૬૦ નું ધિરાણ કરેલ છે. તેમજ ૩૭,૧૧,૮૩૦ નો ચોખ્ખો નફો કરેલ છે. તેમજ ૧૭ ટકા ડિવિડન્ડ અને અંદાજીત ૫ ટકા બોનસ મેળવી છે તેમજ ગત વર્ષ ના અંતે સભાસદ ની સંખ્યા ૯૮૫ હતી.ચાલું વર્ષ નવીન ૩૮ તેમજ ૧૨૦ સભાસદો એ રાજીનામું મુકેલ છે. આમ આ વર્ષે કુલ ૯૦૩ સભાસદો થવા પામેલ છે.વધુ માં જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન મારા સાથી કમિટી સભ્ય શ્રીઓએ તેમના અમૂલ્ય સમય નો જે ફાળો આપી વહીવટી માં સાથ સહકાર આપેલ છે. તેમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. સભાસદ મિત્રો નો સાથ સહકાર મળ્યો એમનો પણ આભાર વ્યક્ત કરું છું.મંડળી ના સ્ટાફ ની કામગીરી ને પણ બિરદાવુ છું. ધિરાણ વસુલાત માં તા.વિ.અધિ. શ્રી, તા. પ્રાથમીક શિ.સા. શ્રી,તાલુકા ઓફીસર શ્રી તથા પે.કેન્દ્ર શાળા ના તમામ આચાર્ય શ્રી ( દિયોદર,લાખણી) નો આજ તબક્કે આભાર વ્યક્ત કરું છું.વહીવટી કારણોસર તફલિક પડી હોય તો દરગુજર કરવા વિનંતિ પણ આ મંડળી ના ચેરમેન જામાભાઈ પટેલે કરી હતી.જોકે પૂર્વ ચેરમેન અને પૂર્વ શિક્ષક શ્રી લક્ષ્મણભાઈ રાવલ ( ઉજ્જનવાડા ) આ મંડળી ના કાર્યને બીરદાવી હતી.આ સભા સંચાલન અમરતભાઈ જોશી શિક્ષક શ્રી એ કર્યું હતું.