દિયોદર ના PI કિરીટસિંહ બીહોલા નો વિદાય સમારંભ તેમજ નવા આવેલ PI એ.ટી.પટેલ નો સત્કાર સમારંભ યોજાયો.
દિયોદર પી.આઈ તરીકે ફરજ બજાવતા કિરીટસિંહ હિંમતસિંહ બિહોલા,, મૂળ વતન ગાંધીનગર .તારીખ :-૦૩/૦૯/૨૦૨૪ ના રોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે PI તરીકે નું પોસ્ટિંગ થયું હતું.દિયોદર માં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોતાની શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી.દિયોદર ના સૌ કોઈ લોકો સાહેબ ની કામગીરી થી ખુશ થયા છે.ત્યારે કિરીટસિંહ બીહોલા દિયોદર ખાતે ટૂંકા ગાળા માં એટલે દસ મહિના PI તરીકે ની નોકરી કરી છે. જેમા વધુમા કિરીટ સિંહ બિહોલા જણાવ્યું હતું કે દિયોદર તાલુકાની અઢારે આલમે મને પ્રેમ આપ્યો છે એ હું કયારે ભૂલી શકું એમ નથી મારી જ્યાં પણ જરૂર પડે ત્યાં મને યાદ કરજો ત્યારે દિયોદર PI કિરીટસિંહ ની પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં લુહાણા વાળી ખાતે વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે દિયોદર પોલીસ સ્ટાફ તેમજ દિયોદર અગ્રણીઓ દ્વારા હાજર રહી વિદાય આપવામાં આવી હતી. તેમજ નવા આવેલ PI એ.ટી.પટેલ નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવા આવેલ પી.આઈ .એ. ટી પટેલ ને શુભેચ્છા પાઠવી હતી.તેમજ દિયોદર ખાતે ફરજ બજાવતા PI બિહોલા એ પણ દિયોદર તાલુકા ના સૌ નાગરિકો નો તેમજ પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી,,ભરતભાઈ જોશી વકીલ, પ્રદીપભાઈ શાહ, અમી ભાઈ દેસાઈ સરપંચ, નીતિન ભાઈ ઠક્કર,ભરતભાઈ ઠાકોર સહિત મોટી સંખ્યામાં પોલીસ પરિવાર ના સભ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.સૌ કોઈ લોકો એ વિદાય લેનાર PI તેમજ નવા આવેલ PI ને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સૌ કોઈ એ પુષ્પ દ્વારા બિહોલા ને વિદાય આપી હતી
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર