પઠામડા ગામે સ્મશાન ભૂમિ ખાતે વૃક્ષારોપણ સાથે સેગ્રીગેશન શેડનું ખાતમુહૂર્ત
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ તાલુકાના પઠામડા ગામમાં સ્મશાન ભૂમિના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા અંદાજે ₹4 લાખના ખર્ચે સેગ્રીગેશન શેડના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સ્મશાન ભૂમિમાં વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં દલિત, ઠાકોર, સુથાર, રબારી અને પટેલ સમાજના લોકોએ ભાગ લીધો હતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
નવા ચૂંટાયેલા સરપંચ અને પંચાયતના સભ્યોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પંચાયત સભ્ય સવસીજી વાઘેલા, નરસિંહભાઈ ઠાકોર, નારણાભાઈ સુથાર, જયંતીભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય હરચંદભાઈ પરમાર, યુવા આગેવાન ભમરાજી વાઘેલા.સેવા સહકારી મંડળીના મંત્રી શિવરામભાઈ પટેલ, દૂધ ઉત્પાદન સહકારી મંડળીના મંત્રી ગણેશભાઈ પટેલ, અમિચંદભાઈ ઠાકોર અને ભાજપના આગેવાન ભુરાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા.