BANASKANTHALAKHANI

લાખણી કોંગ્રેસ દ્વારા નીટ અને નેટ પરિક્ષા ના પેપર લીંક મામલે વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો

નારણ ગોહિલ લાખણી

આજે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા દીયોદર વિધાનસભા યુથ કોંગ્રેસના અધ્યક્ષ સ્થાને લાખણી ખાતે NEET અને UGC NET પરીક્ષાઓમાં પેપર લીક અને હેરાફેરી સામે વિરોધ દર્શાવ્યો હતો અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને NTA પર પ્રતિબંધની માંગ કરી હતી. સરકાર વિધાર્થીઓ સાથે ચેડાં કરવા નુ બંધ કરે વારંવાર પેપરો ફોડી વિધાર્થીઓ સાથે અન્યાય કેમ કરી રહી છે

જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી Youth Congress અને NSUI NEETના ઉમેદવારો માટે લડત ચાલુ રાખશે.

ગુજરાતે NEET અને UGC નેટ પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ સામે પ્રદર્શન કર્યું અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને NEET પરીક્ષા ફરીથી યોજવાની માંગ કરી.

Youth congress ની માંગ છે કે NTA જેવી સંસ્થા જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે તેના પર પ્રતિબંધ મુકવો જોઈએ.

સરકાર અમારા પર ગમે તેટલું દમન કરે, અમે વિદ્યાર્થીઓના હક્ક માટે અમારો અવાજ ઉઠાવવામાં જરાય શરમાશું નહીં! કોંગ્રેસ વિસ્તાર દિયોદર વિધાનસભા વિસ્તાર ના કોંગ્રેસ ના પુર્વ ધારાસભ્ય ડેલીકેટો પ્રમુખો કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહી ચક્કાજામ કરવા મા આવ્યો જો પરિસ્થિતિ નુ સરકાર વહેલી તકે સમાધાન નહીં કરે તો ઉગ્ર આંદોલન ચાલું રહેશે

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button