પાક ધિરાણ ભરવા માટે રૂપિયા ૩ લાખ આપેલ હતા તેનો ચેક રિટર્ન થતા સજાનો હુકમ કરતી શિહોરી કોર્ટ.
શિહોરી કોર્ટે રૂ.ત્રણ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને ૧ વર્ષ ની સજા ફટકારી.
——————————
કાંકરેજ તાલુકાના વડા ગામના રાજુભા બાદરર્સિંગ વાઘેલાએ પોતાના મિત્ર દિયોદર તાલુકાના રવેલ ગામના આરોપી ગાંડાભાઈ ઉર્ફે બાબુભાઈ અણદાભાઈ ચૌધરીને પાક ધિરાણ ભરવા માટે રૂ.૩,૦૦,૦૦૦/- લાખ આપેલ હતા.આ રકમ પેટે આઈ.સી. આઈ.સી.આઈ. બેંક દિયોદર શાખાનો ગાંડાભાઈ એ ચેક આપેલ.જે ચેક રાજુભાના ખાતામાં જમા કરાવતા સદરે ચેક ગાંડાભાઈ ના ખાતામાં પુરતું બેલેન્સ ન હોવાના કારણે પરત ફરેલ જેથી રાજુભા બાદરસિંગ વાઘેલાએ ગાંડાભાઈ ઉર્ફે બાબુભાઈ અણદાભાઈ ચૌધરી સામે એડવોકેટ મુકેશ એમ. બુકોલીયા (થરા)મારફતે નામદાર શિહોરી કોર્ટમાં સને.૨૦૨૨ ના ફોજદારી કેસ નં.-૧૭૯૦/૨૦૨૨ ની સાલમાં
ફરીયાદ દાખલ કરેલ. જે અંગેનો કેસ શિહોરી કોર્ટમાં કરેલ.જેમાં શિહોરી કોર્ટમાં ફરિયાદી તરફે મુકેશ એમ. બુકોલિયાની ધારદાર દલીલો માન્ય રાખી શિહોરી કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજ પી.બી.પટેલે ગાંડાભાઈ ઉર્ફે બાબુભાઈ અણદાભાઈ ચૌધરી ને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબના ગુનામાંથી ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૨૫૫ (૨) અન્વયે તકશીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવે છે તથા તકરારી ચેકની લેણી રકમ રૂ.૩,૦૦,૦૦૦/- લાખ પુરા થી બમણી રકમ એટલે કે રૂ.૬,૦૦,૦૦૦/- પુરાનો દંડ ચૂકવવાનો હુકમ કરેલ અને દંડ ના ભરે તો વધુ ત્રણ માસની કેદ ની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
નટવર. કે. પ્રજાપતિ, થરા