BANASKANTHAKANKREJ

થરા શ્રી ઓગડવિદ્યા મંદિરની વિધાર્થીનીએ અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરી

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગડ વિદ્યામંદિરમાં ધો.-૧૨ માં અભ્યાસ કરતી સીમાબેન પ્રજાપતિએ તેના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષો વાવીને જન્મ દિવસ ની ઉજવણી કરી હતી.
પહેલી જુલાઈ ૨૦૦૭ માં થરા ખાતે માતા મુકતાબેનના કુખે પિતા રાજાભાઈ (રાજુભાઈ) રૂપશીભાઈ પ્રજાપતિ(બરફવાળા) ને ત્યાં જન્મેલી અને શ્રી ઓગડ વિદ્યામંદિર ધો.-૧૨ માં અભ્યાસ કરતી સીમાબેન પ્રજાપતિએ તેના ૧૮ માં જન્મ દિવસ નિમિત્તે નાણાંનો ફાલતુ ખર્ચો કર્યા વગર શાળાના પટાંગણમાં વૃક્ષ વાવી ઉજવણી કરી હતી.સીમા પ્રજાપતિએ જન્મદિવસની ઉજવણી પ્રસંગે બીજા કોઈ કેક કાપવા કે એવા કોઈ બીજા વ્યર્થ ખર્ચા કર્યા વગર વૃક્ષ વાવી પર્યાવરણને ઉપયોગી થવાનો અને વિધાર્થીઓને વૃક્ષો વાવવાનો સંદેશો આપી એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે.ત્યારે શ્રી ઓગડ વિદ્યામંદિરના સુપરવાઈઝર અશોકભાઈ વાલાણી,વૃક્ષો વાવવા માટે પ્રેરણા આપનાર શાળાના શિક્ષક કુંભસિંગભાઈ વાઘેલા,લગધીરભાઈ દેસાઈ, ભારમલભાઈ પટેલ દ્વારા આ નવતર પ્રયોગની શરૂઆત કરવા પ્રેરણા આપી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button