BANASKANTHAPALANPUR
વડગામ તા. ગ્રા.પં. સામાન્ય અને પેટા ચૂંટણીમાં 77 સરપંચ, 266 સભ્યો નાં , ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં
9 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તા. ગ્રા.પં. સામાન્ય અને પેટા ચૂંટણીમાં 77 સરપંચ, 266 સભ્યો નાં , ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યાં.આગામી 22 જુન 2025, રવિવારે વડગામ તા. ની 20 ગ્રા.પં. સામાન્ય ચૂંટણી અને એક ગ્રા.પં. પેટા ચૂંટણી તથા 25, ગ્રા.પં. ની ખાલી પડેલ વોર્ડ સભ્યો ની પેટા ચૂંટણી યોજવા તા. 2,જી જૂન 2025 થી ઉમેદવારી ફોર્મ રજુ કરવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવા ના અંતિમ દિવસે તા. 9-6-25, સોમવારે 77,સરપંચ ઉમેદવારો અને 266, વોર્ડ સભ્યોના ઉમેદવારો એ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા હોવાનું વડગામ મામલતદાર કચેરી ચુંટણી શાખા દ્વારા જણાવવામાં આવ્યું હતું.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ