દિયોદર તાલુકાની 29 ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું
પ્રતિનિધિ દિયોદર- અહેવાલ:- કલ્પેશ બારોટ
ગામડામાં મતદારોમાં મતદાનને લઈ જોવા મળ્યો ભારે ઉત્સાહ
ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ ને લઈ ને દિયોદર તાલુકામાં મતદારોમાં મતદાન ને લઈ ને ભારે ઉત્સાહ જોવા મળી આવ્યો હતો રવિવારે દિયોદર તાલુકાની 29 ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઈ વહેલી સવાર થી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા હતા ગ્રામ પંચાયત ની પેટા ચૂંટણી ને લઈ મતદારોમાં અનેરો આનંદ જોવા મળી આવ્યો હતો મતદારો વહેલી સવારથી મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા અને પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું દિયોદર તાલુકા સોની ,વડીયા,નવાપુરા ,ગ્રામ પંચાયત બેઠક પર રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઈ દિયોદર પોલીસ તંત્ર દ્વારા મતદારો ને મદદ રૂપ થઈ મતદારોમાં ઉત્સાહ વધાર્યો હતો અને બીજી તરફ વહીવટી તંત્ર પણ ખડેપગે રહ્યુ હતું જેમાં દિયોદર તાલુકામાં 83.59 % ટકા મતદાન થયું હતું.