વાહરા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
નવા વિદ્યાર્થીઓનું તિલક-પુષ્પથી સ્વાગત, શૈક્ષણિક કીટ અપાઈ
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના વાહરા ગામે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ. આમંત્રિત મહેમાનો, શિક્ષકગણ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા.શાળાના શિક્ષક સ્વાગત પ્રવચનમાં નવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું. તેમને પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી.કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત મહેમાનોએ દીકરીઓના શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. વાલીઓને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવા પ્રોત્સાહિત કરાયા. તેજસ્વી કન્યા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. આ કાર્યક્રમોમાં શિક્ષણના મહત્વને કલાત્મક રીતે દર્શાવવામાં આવ્યું. કાર્યક્રમના અંતે શિક્ષક આભારવિધિ કરી.આ કાર્યક્રમે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શિક્ષણ પ્રત્યે નવો ઉત્સાહ જગાવ્યો. નવા વિદ્યાર્થીઓને શાળા પરિવારમાં આવકારવા અને કન્યા કેળવણીના મહત્વને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો….
ભરત ઠાકોર ભીલડી