ગીર ગઢડા તાલુકાના બેડીયા મંજુરી વગર મોબાઈલ ટાવર નુ કામ સાલુ કરાયું હોવાના આક્ષેપો
ગીર ગઢડા તાલુકાના બેડીયા મંજુરી વગર મોબાઈલ ટાવર નુ કામ સાલુ કરાયું હોવાના આક્ષેપો
ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે સરકાર દ્વારા રહેણાંક મકાન માટે ફાળવવામાં આવેલ પ્લોટ માં મોબાઈલ નો ટાવર ઊભો કરવાનું કામ સાલુ કરતા આજુબાજુ ના મકાન ના રહિશો દ્વારા ગ્રામ પંચાયત ના સરપંચ ને જાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ગંભીરતાથી લય તાલુકા વિકાસ અધિકારીશ્રી ને લેખીત અરજી કરી કામ અટકાવ્યું
ટાવર માટે દશ ફુટ ઉંડો ખાડો કરતા ચોમાસા દરમ્યાન
આજુબાજુ ના રહિશો ના મકાન ને નુકસાન થાય તેવી ભિતી
સરપંચ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ બેડીયા ગામે રાહતના પ્લોટ મા
રહેણાંક હેતુ થી પ્લોટ ફાળવવામાં આવેલ તેમા અમારા ગામના છનાભાઈ જાદવભાઈ બલદાણીયા દ્વારા જે પ્લોટ રહેણાંક મકાન માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ તે પ્લોટ માં ટાવર ઉભો કરવા માટે કામ સાલુ કરતા ગ્રામ પંચાયત દ્વારા ટાવર નુ કામ બંધ કરવા બે નોટિસ આપી સતા કામ બંધ ન કરતા આજે તા.6/7/2024 ના રોજ અમો ગ્રામ પંચાયત ગીર ગઢડા તાલુકા વિકાસ અધિકારીશ્રી ને લેખીત અરજી કરી જાણ કરેલ
ગીર ગઢડા તાલુકા વિકાસ અધિકારી ના જણાવ્યા મુજબ
આજે ગીર ગઢડા તાલુકાના બેડીયા ગ્રામ પંચાયત દ્વારા બેડીયા ગામે રાહતના પ્લોટ માં ટાવર નુ કામ સાલુ હોય તેમા તાલુકા પંચાયત કચેરી ના અધિકારી દ્વારા થળ તપાસ કરી તો જાણવા મળેલ કે આ ટાવરનું કામ ગ્રામ પંચાયત ની મંજુરી લીધા વગર થય રહ્યુ છે તેમજ સરકાર દ્વારા રહેણાંક મકાન હતું થી ફાળવવામાં આવેલ પ્લોટ માં ટાવર નુ કામ થય રહ્યુ છે ત્યારે તેને તાત્કાલિક અસરથી અટકાવવામાં આવેલ છે