તા.૦૫.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં બેગલેશ ડે ની શાનદાર ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી કાર્યરત છે જેમાં કેજી ૧/૨ બાલવાટિકા તેમજ ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આનંદદાયી શનિવાર અને દફતર વગરના 10દિવસ અંતર્ગત શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં જુલાઈ માસના પહેલા શનિવારે વિદ્યાર્થીઓને આ દિવસની ઉજવણી શાળાના આચાર્ય દિલીપકુમાર એચ મકવાણા દ્વારા માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને યોગ, સમૂહ કવાયત, સંગીત પ્રવુતિ, ગીત, લોકગીત, વાર્તા જેવી સ્પર્ધાત્મક પ્રવુતિઓ કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, આ કાર્યક્રમથી બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતઓને ખીલવવાની તકો મળી છે. એકંદરે બેગલેશ ડે કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો હતો. શાળાના તમામ શિક્ષકમિત્રો જોડાયા હતા. આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી ખાતે બેગલસ ડે કાર્યક્રમ યોજાયો હતો