વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ
માંડવી,તા-07 ફેબ્રુઆરી : કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ દ્વારા તા.૨૨/૦૧/૨૦૨૫ થી તા.૦૮/૦૩/૨૦૨૫ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના૧૦વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રાજ્ય તથા જીલ્લાઓ ખાતે કરવામાં આવી રહી છે.અત્રેના જિલ્લામાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના અધ્યક્ષ માન.કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીના નેજા હેઠળ તા.૦૪/૦૨/૨૦૨૫ના રોજ ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ની ટીમ દ્વારા માતાના મઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ અન્વયે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવેલ.મેડીકલ ઓફિસરશ્રી જાનકી વ્યાસ દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ વિષે ગર્ભાવસ્થા પહેલા અને પ્રસૂતિ પહેલા નિદાન તકનીકો અધિનિયમ,૧૯૯૪ ના કાયદો છે જે સ્ત્રી ભ્રૂણહત્યા રોકવા અને ભારતમાં ઘટતા લિંગ ગુણોતરને રોકવા માટે ઘડવામાં આવેલ અને આ કાયદાનું ઉલ્લંઘન કરનાર ને મળનારી સજા વિષે વિસ્તૃતમાં માહિતી આપેલ.કેન્દ્ર સંચાલક ભાવનાબેન દ્રારા સખી વન સ્ટોપ સેન્ટરમાં આપવામાં આવતી સેવાઓ વિષે માહિતી આપવામાં આવેલ.ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેન (DHEW)ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ અર્ચનાબેન ભગોરા દ્રારા વિભાગીય યોજનાની માહિતી આપવામાં આવેલ.માતાના મઢ ખાતે નવતર જન્મેલ દીકરીઓને વિભાગ દ્વારા “દીકરી વધામણા કીટ” વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મેડીકલ ઓફિસરશ્રી જાનકી વ્યાસઅને ડો. મહીડા, ફીમેલ હેલ્થ વર્કર ટીમ, વન સ્ટોપ સેન્ટરનાકેન્દ્ર સંચાલક ભાવનાબેન ગરવાલીયા,પેરામેડીકલ સ્ટાફ વર્ષાબેન બામભડીયા, DHEWના જેન્ડર સ્પેશીયાલીસ્ટ અર્ચનાબેન ભગોરા,ગામની દીકરીઓ અને મહિલાઓ હાજર રહ્યા હતા.