ARAVALLIGUJARAT

અરવલ્લીમાં મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી :પાંડવોના સમયનું પાંડેશ્વર મહાદેવમંદિર ખાતે ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યું

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી :પાંડવોના સમયનું પાંડેશ્વર મહાદેવમંદિર ખાતે ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યું

શિવાલયો ઓમ નમઃ શિવાય ના નાદ થી ગુંજી ઉઠ્યા

શામળાજી વિશ્વકર્મા મંદિર રુટેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી મેઘરજ શહેરમાં શિવની પાલખી યાત્રા નીકળી, રેલ્લાંવાડા ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ તેમજ ધાવડિયા ખાતે આવેલ સ્વયંભુ શિવલિંગ નાગેશ્વર મહાદેવ ના ભક્તો એ કર્યા દર્શન

અરવલ્લી જીલ્લામાં મહા શિવરાત્રી પર્વની ભક્તિમાં શિવ ભક્તો લીન બન્યા હતા જીલ્લાના તમામ શિવાલયોમાં ભગવાન શિવના દર્શનાર્થે વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા જીલ્લાના શિવમંદિરો ઓમ નમઃ શિવાય,હર હર મહાદેવ,બમ બમ ભોલેના નાદ થી ગુંજી ઉઠ્યા હતા શિવજીને રીઝવવા માટે શિવાલયોમાં બિલ્વપત્ર,દૂધ,ગંગાજળ,મધ અને પંચામૃત થી શિવલિંગ ઉપર અભિષેક થી વિશેષ પૂજામાં શિવભક્તો ભક્તિભાવ થી જોડાયા હતા જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ગેબીનાથ મહાદેવ માં ઘી માંથી શંકર-પાર્વતીના રૂપની મૂર્તિ એ લોકોમાં વિશેષ આકર્ષણ પેદા કર્યું હતું જીલ્લામાં અનેક શિવ મંદિરોમાં ભજન કીર્તન સાથે પાલખીમાં બિરાજમાન શિવજીની શોભા યાત્રા ફેરવવામાં આવી હતી

વૈરાગ્ય મૂર્તિ છતાં સદાપ્રસન્ન-આનંદ મગ્ન ભભૂતિ,રુદ્રાક્ષ અને ભૂજંગનો શણગાર,જટાધારી,મસાણમાં વાસ,ધ્યાનસ્થ હોય ત્યારે મહાયોગી અને નૃત્ય કરે ત્યારે નટરાજ,માયા થી પર પણ કુબેરને ભંડારના દાતા દેવોના દેવ અને ભક્તોના તારણહાર ભોલેનાથ શિવનો પૃથ્વી પરનો પ્રાગટ્ય દિવસ મહા માસ ની ૧૩મી તિથિ એટલે મહાશિવરાત્રી.અરવલ્લી જીલ્લામાં મહાશિવરાત્રી પર્વમાં જાણે જીલ્લાના શિવાલયો કૈલાશ બન્યા હોય તેવો આધ્યત્મિક માહોલ જોવા મળ્યો હતો જીલ્લાના તમામ શિવાલયો અને દેવાલયો શંખ ડમરુ અને હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા હતા મોડાસા શહેરમાં જોગી ઉમટ્યા હતા મોડાસા શહેરના શામપુર ખાતે આવેલા કુંઢેરા મહાદેવ અને મોડાસા શહેરના ગેબીનાથ મહાદેવ ખાતે પરંપરાગત ભરાતા મેળામાં માનવમહેરામણ ઉમટ્યું હતું

INBOX :- જીલ્લાના શિવાલયોમાં ભાંગની પ્રસાદી ગ્રહણ કરી ભક્તો ધન્ય બન્યા

શિવજી અવધૂત હતા શિવ પ્રિય હોવાથી શિવભક્તોમાં પણ શિવરાત્રીએ ભાંગની પ્રસાદીનું અનેરું મહત્વ હોવાથી શિવભક્તોએ ભાંગની પ્રસાદી મેળવવા પડાપડી કરતા નજરે પડ્યા હતા ભાંગના સેવનથી કેફ ચડે છે જોકે અરવલ્લી જીલ્લામાં પાવડર વળી ભાંગ મળે છે શિવજીને પાંદળાવાળી વળી ભાંગ લઢીને આપવામાં આવે છે મોડાસા ગેબીનાથ મહાદેવ દ્વારા બનાવવામાં આવતી સાત્વિક ભાંગનો પ્રસાદ શિવભક્તો ઉપરાંત યુવાનો,બાળકો અને મહિલાઓ પણ મેળવી ગ્રહણ કરી હતી

Back to top button
error: Content is protected !!