શિનોરના દામાપુરાનાં ભંડારેશ્વર મહાદેવના મંદિર ખાતે 10 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો
ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકાના દામાપુરા ગામની સીમમાં નર્મદા નદીના કાંઠે અતિ પૌરાણિક ભંડારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.આ મંદિર સાથે અનેક ભાવિક ભક્તોની આસ્થા જોડાયેલી છે.ત્યારે છેલ્લા 10 દિવસથી કોઈ ફોલ્ટ ના કારણે ભંડારેશ્વર મહાદેવના મંદિરનો વીજ પુરવઠો ખોરવાયો છે.જે બાબતે મંદિરના પૂજારી દ્વારા છેલ્લા સાત દિવસથી ટેલીફોનીક શિનોર MGVCLમાં જાણ કરવામાં આવી છે.પરંતુ ત્યાંથી એક જવાબ મળી રહ્યો છે,કે આજે આવીએ,કાલે આવીએ.પણ ઓફિસમાં બેઠેલા અધિકારીઓને એ ક્યાં ખબર છે કે છેલ્લા 10 દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે.જેના કારણે અંધારપટ છવાયો હોય,ત્યાં રહેતા મંદિરના પૂજારી તેમજ ત્યાં જતાં દર્શનાર્થીઓને કેવી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.ત્યારે શિનોર MGVCL દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવે તેવી મંદિરના પૂજારી તેમજ ભાવિક ભક્તોમાં માંગ ઉઠવા પામી છે.