
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૪ ફેબ્રુઆરી : ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ માં પુલવામાં આતંકી અટેક માં વીરગતિ પામેલા માં ભારતી ના વીર સપૂતો ને બિદડા ગ્રામજનો દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા માં આવી, આ પ્રસંગે બિદડા ગામ ના સરપંચ શ્રી જયાબેન છભૈયા,. બિદડા આઉટ પોસ્ટ ના એએસઆઈ શ્રી પ્રવિણભાઈ પરમાર, જમાદાર શ્રી લક્ષ્મણભાઈ ગઢવી, માજી સરપંચ શ્રી રાજુભાઇ સંઘાર, શિવસેના પ્રમુખ અમીતભાઇ સંઘાર, કચ્છ લોકસેવા મંચ ના પ્રમુખ નારણભાઇ ગઢવી, દેવજીભાઈ સંઘાર, જેન્તીભાઇ સંઘાર, મંગળભાઇ સંઘાર, કમલેશભાઈ પટેલ, પચણભાઈ સંઘાર, નવીનભાઈ સંઘાર, બાબુભાઈ સંઘાર, વિમલભાઇ ગોર, નીલેશભાઈ સંઘાર, હરેશભાઈ મારૂ, જૂસાભાઈ સાટી, કલ્પેશભાઈ સંઘાર, તેમજ સમસ્ત સમાજ ના ગ્રામજનો હાજર રહયા હતા, અને પુષ્પ અર્પણ કરી વીરગતિ પામેલા જવાનો ને શ્રદ્ધાજલી આપવામાં આવી હતી, પ્રવિણભાઈ પટેલ દ્વારા વીરગતિ પામેલા જવાનો ના બલીદાન ને યાદ કરવામાં આવ્યા હતા, સમગ્ર આયોજન અમીતભાઇ સંઘાર, નારણભાઇ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું, આભારવિધિ પ્રવીણભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

























